પાલનપુર: ધર્મના ભાઈએ જ સગીર બહેન પર આચર્યું દુષ્કર્મ, સગીરાની સંમતી વગર કરાવ્યો ગર્ભપાત

આકેડી ગામ ખાતેનો બનાવ.

સગીરાએ ગર્ભપાત કરાવનાર તબીબ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠાના પાલનપુર (Palanpur) તાલુકાના એક ગામમાં એક યુવકે ધર્મની બહેન બનાવ્યા બાદ સગીરા સાથે ચાકુની અણીએ ધાકધમકી આપીને દુષ્કર્મ (Rape) ગુજાર્યું હતું. ત્યારબાદ સગીરા પ્રેગનેન્ટ (Pregnent) બનતા સંમતી વગર જ ગર્ભપાત (Abortion) કરાવી નાખ્યો હતો. આ ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર મામલે સગીરાએ તેની જાણ બહાર ગર્ભપાત કરાવનાર તબીબ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના આકેડી ગામે રહેતો દિનેશ સોલંકી ગામમાં રહેતી એક સગીરાને ધર્મની બેન કહેતો હતો અને તેની પાસે રાખડી બંધાવતો હતો. દિનેશ એક દિવસ સગીરાની એકાલતાનો ગેરલાભ ઉઠાવી તેણીને છરી બતાવી ગ્રામ પંચાયતના જર્જરિત મકાનમાં લઇ ગયો હતો. અહીં સગીરા સાથે દુષ્કર્મ આચરી જો આ વાત કોઈને કહશે તો સગીરાને ભાઈને મારી નાંખીશ તેવી ધમકીઓ આપી હતી.

  આ પણ વાંચો:સુરતનો માથાભારે સજ્જુ મુંબઈથી ઝડપાયો, 15થી વધારે ગુનામાં વૉન્ટેડ, ફિલ્મમાં ભજવ્યો હતો વિલનનો રોલ

  યુવકની આવી ધમકીથી ભયભીત થયેલી સગીરાએ આ વાત કોઈને કરી ન હતી. જે બાદમાં ત્રણ દિવસ બાદ ફરી દિનેશ સગીરાને તે જગ્યા પર લઇ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાક્રમ ચાલુ જ રહેતા સગીરાને છ માસનો ગર્ભ રહી ગયો હતો. જે બાદમાં દિનેશ, મોતીભાઈ સોલંકી અને મૂળીબેન સોલંકી સગીરાને સંમતી વગર જ પાલનપુરના ડૉક્ટર હાઉસમાં આવેલી ઇવા કેર નામની હૉસ્પિટલ ખાતે લઈ ગયા હતા. અહીં સગીરાનો ગર્ભપાત કરાવી નાખ્યો હતો.

  આ પણ વાંચો: અમદાવાદમાં પતિ પત્ની ઔર વો: સાંભળીને જ રુંવાડા ઊભા થઈ જાય તેવો અમાનુષી અત્યાચારનો કિસ્સો

  આ પણ વાંચો: રાત્રે ટોઇલેટ માટે ઘર બહાર નીકળેલી સગીરા પર દુષ્કર્મ, મદદે દોડી આવેલા કાકાને આરોપીએ છરી મારી

  ગર્ભપાત કરાવ્યા બાદ પણ દિનેશની ધમકીઓથી ભયભીત થયેલી સગીરાએ આ સમગ્ર મામલાની જાણ કોઈને કરી ન હતી. જોકે, આડોશી-પાડોશી તરફથી સગીરાના ભાઇને આ મામલાની જાણ થતા તે તેની બહેનના પડખે ઊભો રહ્યો હતો અને બહેનને હિંમત આપતા સગીરાએ સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદમાં સગીરાએ દિનેશ સોલંકી તેમજ ગર્ભપાત કરાવવામાં મદદરૂપ થનારા મોતીભાઈ સોલંકી, મૂળીબેન સોલંકી અને ઈવા કેર હૉસ્પિટલના તબીબ સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: