પાલનપુરઃ બે પિસ્તોલ સાથે મોહમ્મદ તાહિર ઝડપાયો, પાટણ અને મહેસાણામાં પણ આંગડિયા પેઢી લૂંટ, ફાયરિંગ સહિત 7 ગુનાઓમાં સંડોવણી

પાલનપુરઃ બે પિસ્તોલ સાથે મોહમ્મદ તાહિર ઝડપાયો,  પાટણ અને મહેસાણામાં પણ આંગડિયા પેઢી લૂંટ, ફાયરિંગ સહિત 7 ગુનાઓમાં સંડોવણી
પકડાયેલા આોરપીની તસવીર

2018માં પાટણ અને મહેસાણામાં પણ આંગડિયા પેઢી લૂંટ, ફાયરિંગ અને હથિયારના 7 જેટલા ગુન્હાઓમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું હતું

  • Share this:
    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: કોરોના મહામારીના (coronavirus) સમયમાં બનાસકાંઠાના (banaskantha) પાલનપુરમાંથી (palanpur) બે પિસ્તોલ અને એક કારતુસ સહિત એક શખ્સની અટકાયત કરી છે ઝડપાયેલ શખ્સ બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. જે મામલે પાલનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

    બનાસકાંઠા જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ આજે પેટ્રોલિંગમાં હતી તે સમયે પાલનપુરના માલણ દરવાજા પાસે એક  શખ્સ પિસ્તોલ સાથે ઉભો હોવાની બાતમી મળતા ટીમોએ તપાસ હાથ ધરી હતી.



    અને માલણ દરવાજા પાસે ઉભેલા મોહમ્મદ તાહિર મહમદ રફીક સૈયદની તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટની બે પિસ્તોલ અને એક જીવતો કારતુસ મળી આવ્યો હતો. બે પીસ્તોલ અને એક જીવતા કારતુસ સહિત કુલ 49400 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે.

    આ પણ વાંચોઃ-પુણેઃ માદા શ્વાન સાથે મહિનાઓ સુધી બળાત્કાર ગુજારનાર 65 વર્ષીય વૃદ્ધ ઝડપાયો, સીસીટીવી ગોઠવી પકડ્યો

    આ પણ વાંચોઃ-રાજકોટઃ કુંવારી યુવતીએ પુત્રને આપ્યો જન્મ, યુવતીની વાત સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ

    આ પણ વાંચોઃ-યુવકે માસી સાથે ભાગીને કર્યા પ્રેમલગ્ન, સંબંધોમાં ઊભો થયો ગુંચવાડો, પિતા હવે સાઢું અને બહેન હવે સાસું બની

    આ પણ વાંચોઃ-OMG! રૂ.163 એક કિલો ઘોંઘા ખરીદી લાવી ગરીબ મહિલા, રાતો રાત બની ગઈ કરોડપતિ, જાણો શું છે આખી કહાની

    જ્યારે મોહમ્મદ તાહિરની પ્રાથમિક પૂછપરછ કરતા 2018માં પાટણ અને મહેસાણામાં પણ આંગડિયા પેઢી લૂંટ, ફાયરિંગ અને હથિયારના 7 જેટલા ગુન્હાઓમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પાલનપુર પોલીસે ઝડપાયેલા શખ્સની અટકાયત કરી તેની સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.



    જ્યારે પકડાયેલા આરોપી કોઈ નવા કોઈ ગુન્હાને અંજામ આપનાર હતો કે કેમ અને આ પિસ્તોલ અને કારતૂસ ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Published by:ankit patel
    First published:April 11, 2021, 18:16 pm

    ટૉપ ન્યૂઝ