પાલનપુર : લાંચિયા બાબુઓની ખેર નથી! સર્વેયરે 40,000ની લાંચ માંગી, રંગેહાથ 30 લેતા ઝડપાયો

લેન્ડ એન્ડ રેકોર્ડના સર્વેયર હરેશ પ્રજાપતિની ફાઇલ તસવીર

palanpur Land Record Surveyor caught in ACB Trap : પાલનપુરમાં લેન્ડ એન્ડ રેકર્ડ કચેરીના સર્વેયરે અરજદારની જમીનનો રિસર્વે કરી જમીન મૂળ માપમાં કરી આપવા માંગી હતી લાંચ

  • Share this:
    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠામાં (Banaskatha) લેન્ડ એન્ડ રેકર્ડ (Land Record Surveyor) કચેરીના સર્વેયર આજે 30 હજાર રૂપિયાની લાંચ (ACB Trap) લેતા રંગેહાથ ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે.પાલનપુર એસીબીની ટીમે લાંચિયા સર્વેયરને (Palanpur Surveyor Caught Taking Bribe)  લાંચ લેતા ઝડપી લઇ તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર માં આવેલી લેન્ડ એન્ડ રેકોર્ડ કચેરીના સર્વેયર હરેશ દલજીભાઈ પ્રજાપતિ (Haresh Prajapati)  એ જમીનનો રી સર્વે કરી જમીનની મૂળ માપમાં કરી આપવા માટે એક અરજદાર પાસેથી ચાલીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી.

    તે સમયે અરજદારે આ સર્વેયર ને 10 હજાર રૂપિયા ઘરે જઈ આપ્યા હતા. તેમજ બાકીના 30 હજાર રૂપિયા માટે  વાયદો કર્યો હતો. જે અંગેની ફરિયાદ મળતા જ પાલનપુર એસીબીની ટીમે આજે છટકું ગોઠવ્યું હતું. અને તે સમયે કોજી રોડ પર આવેલ તિરૂપતિ પ્લાઝા પાસે આ સર્વેયરને અરજદાર પાસેથી રૂપિયા 30 હજારની લાંચ લેતા એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડયો હતો.

    લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા સર્વેયરની અટકાયત કરી એસીબીની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.  ઉલ્લેખનીય છે કે જિલ્લામાં લાંચ લેતા કર્મચારી ની અટકાયત થતાં અન્ય લાંચીયા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.

    આ પણ વાંચો : જામનગર : CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, પૂરના ગારામાં ચાલીને અસરગ્રસ્ત વિસ્તારમાં ગયા

    લાંચિયા બાબુઓ ચેતજો, ACBની રડારમાં આવ્યા તો ખેર નથી

    ઉલ્લેખનીય છે કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ACBને છૂટોદોર આપ્યો હતો અને એસીબીમાં ઇન્સ્પેક્ટરોની જગ્યા વધારી હતી. એસીબીએ પૂર્વ સીએમ રૂપાણીના સમયગાળામાં ખૂબ દરોડા પાડ્યા અને છટકા ગોઠવ્યા હતા. આ સ્થિતિમાં નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ કરપ્શન ચલાવી નહીં લે. દરમિયાન આજે પાલનપુરમાં લાંચિયા બાબુ ઝડપાઈ જતા ફરી રાજ્યમાં લાંચિયા બાબુઓએ એકવાર ચેતી જવાની જરૂર છે.

    ACBને ફરિયાદ કરી શકાય છે

    જો તમારા વિસ્તારમાં કોઈ અધિકારી લાંચ માંગે તો તમે તેની ફરિયાદ એસીબીને કરી શકો છો. દરેક જિલ્લામાં એન્ટિ કરપ્શન બ્યૂરોની કચેરી હોય છે. એસીબી દ્વારા ફરિયાદ કરનાર વ્યક્તિની ઓળખ પણ છૂપી રાખવામાં આવે છે ત્યારે આવા સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર લાંચિયા અધિકારીઓ સામે ફરિયાદ કરી શકે છે.
    Published by:Jay Mishra
    First published: