પાલનપુર : શાકભાજીની લારી મૂકવા બાબતે બે જૂથ વચ્ચે મારામારી થઇ, લોકોમાં ભયનો માહોલ

પ્રતિકાત્મક તસવીર

શહેરના ભરચક વિસ્તારમાં જ દિન-દહાડે સામસામે ધોકાવાળી થતાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો

 • Share this:
  આનંદ જયસ્વાલ, પાલનપુર : જિલ્લામાં થોડા દિવસોથી મારામારીનાં કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. પાલનપુર શહેરમાં સીમલા ગેટ પાસે શાકભાજીની લારી ઊભી રાખવા બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી થઇ હતી. અને બાદમાં આ બંને જૂથો ઉશ્કેરાઈ જતા લાકડીઓ અને ધોકા વડે સામસામે મારામારી પર ઉતરી આવ્યા હતા. શહેરના ભરચક વિસ્તારમાં જ દિન-દહાડે સામસામે ધોકાવાળી થતાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. હાલ આ અંગે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

  બંને જૂથો એકબીજા પર લાકડી અને ધોકા વડે મહિલાઓ અને પુરુષો મારામારી કરતા દ્રશ્યો પણ મોબાઇલ કેમેરામાં કેદ થઇ ગયા છે. આ ઘટના પણ પોલીસ સ્ટેશનથી નજીકમાં જ બની છે. જોકે, આ મામલે હજુ સુધી કોઇ જ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ સવારમાં જ જાહેરમાં મુખ્ય માર્ગ પર મારામારી થતા લોકોમાં એક પ્રકારે ભયનો માહોલ છવાયો હતો. ત્યારે જાહેરમાં અરાજકતા અને ભયનો માહોલ ફેલાવતા આવા તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે.

  બે દિવસ પહેલા પણ બનાસકાંઠાનાં દિયોદર તાલુકાના રૈયા ગામે કોરોના મહામારી વચ્ચે યુવતીની છેડતી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી હતી. દિયોદર તાલુકાના રૈયા ગામે એક યુવતીની છેડતી મામલે જૂથ અથડામણ થઈ હતી. જેમાં બે બહેનો પોતાના ઘર તરફ જઈ રહી હતી તે સમયે કેટલાક શખ્સોએ છેડતી કરતા યુવતીનો પરિવાર ઠપકો આપવા ગયો હતો. પરંતુ છેડતી કરનાર શખ્સો ઉશ્કેરાઈ જઇ યુવતી સહિત તેના પરિવાર પર મારામારી પર ઉતરી આવ્યા હતા.

  આ પણ જુઓ - 

  આ પણાંચો - સુરત જિલ્લાનાં આદિવાસીઓ બામ્બૂમાંથી અવનવી વસ્તુઓ બનાવીને થઇ રહ્યા છે 'આત્મનિર્ભર'


  બાદમાં આ મામલે દલિત અને પટેલ પરિવારના લોકો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી. જેમાં બે મહિલાઓ સહિત 6 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. બનાવને પગલે શિહોરી પોલીસ ઘટના સ્થળે આવી હતી અને ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડયા હતા. પોલીસે આ મામલે સામસામે 17 લોકોના નામ સહિત કુલ 27 લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
  Published by:Kaushal Pancholi
  First published: