પાલનપુરઃ આઈસીયુ મેડીકેર હોસ્પિટલના ડોક્ટર પાસે ગેરકાયદે રેમડીસિવિર ઈન્જેક્શનનો જથ્થો મળ્યો

ફાઈલ તસવીર

આઈ સી યુ કેરના તબીબે કોરોના પોઝિટિવ દર્દીઓને રજા આપ્યા બાદ  આ દર્દીઓ ઘરે હોવા છતાં પણ તેમના ડોક્યુમેન્ટના આધારે ગેરકાયદેસર રીતે 6 ઈન્જેકશન મેળવ્યા હતા.

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા:  બનાસકાંઠા જિલ્લાના (Banaskantha) પાલનપુર શહેરમાં (palanpur) પણ આજે રેમડીસિવિર ઈન્જેકશન (remdesivir injection) ગેરકાયદેસર રીતે મેળવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે જેમાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે (Health department team) આઈ સી યુ કેરના તબીબ (doctor) પાસેથી ગેરકાયદેસર રીતે મેળવેલા 6 ઈન્જેકશન જપ્ત કરી તેની સામે ડીઝાસ્ટર અને એપિડેમિક એક્ટ (Disaster and Epidemic Act) મુજબ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

  બનાસકાંઠા જિલ્લામાં પણ અત્યારે કોરોના બ્લાસ્ટ જેવી સ્થિતિ છે અને જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓનો રાફડો ફાટયો છે તેની સામે રેમડીસીવર ઇન્જેક્શન પણ ખૂટી પડ્યા છે અને તેના કારણે કેટલાક તબીબો અત્યારે માનવતા નેવે મૂકી તેનો ફાયદો ઉઠાવવા લાગ્યા છે.

  ત્યારે આજે ખાનગી રાહે માહિતી મળતા જે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જીગ્નેશ હરીયાણીએ ટીમ સાથે પાલનપુરમાં આવેલી ભૂમા આઇ સી યુ મેડીકેર હોસ્પિટલમાં દરોડા પાડયા હતા.

  આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા કરી એવી ઘટના! લાચાર પતિ કોરોના સંક્રમિત પત્નીને લઈને ભટકતો રહ્યો, ન મળી સારવાર, દુઃખી પત્ની કરી આત્મહત્યા

  આ પણ વાંચોઃ-કોરોના સ્ટ્રેનનું ભયાનક રૂપઃ 24 કલાકમાં જ મહિલાના 80% ફેફસાં કરી નાંખ્યા ખરાબ, એક્સ-રે જોઈ ડોક્ટરો ચોંકી ગયા

  જ્યાં દાખલ દર્દીઓ સામે મેળવેલા ઈન્જેકશનનું રજીસ્ટર ચકાસતા આઈ સી યુ કેરના તબીબે કોરોના પોઝિટિવ દર્દીઓને રજા આપ્યા બાદ  આ દર્દીઓ ઘરે હોવા છતાં પણ તેમના ડોક્યુમેન્ટના આધારે ગેરકાયદેસર રીતે 6 ઈન્જેકશન મેળવ્યા હતા.

  આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...

  આ પણ વાંચોઃ-મોબાઈલ ઉપર વાત કરવા માટે ટોકી તો ભાભીએ નણંદની કરી નાંખી હત્યા, લાશને પથારીમાં લપેટી બોક્સમાં રાખી

  જેથી આરોગ્ય વિભાગની ટીમે આ તબીબ પાસેથી 6 ઈન્જેકશન જપ્ત કર્યા છે અને તેમની સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ડિઝાસ્ટર અને એપિડેમિક એક્ટ મુજબ કાર્યવાહી કરવા જાણ કરી છે,  ઉલ્લેખનીય છે કે અત્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ ઇન્જેક્શન માટે તરફડી રહ્યા છે.  રોજના કેટલાય આવા કોરોના સંક્રમિત દર્દીઓ ઇન્જેક્શન ના અભાવે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે તેમ છતાં પણ કેટલાક તબીબો આવી સ્થિતિમાં પણ થોડાક નાણાં ની લાલચ માં માનવતાને નેવે મુકી તેનો ફાયદો ઉઠાવવામાં પડ્યા છે ત્યારે આવા તબીબો સામે લોકોમાં રોષ ની લાગણી જોવા મળી રહી છે અને આવા તબીબ ને કડક સજા થાય તેવી દર્દીઓના સગા વ્હાલાઓ માંગ કરી રહ્યા છે.
  Published by:ankit patel
  First published: