બનાસકાંઠા : ડૉક્ટરનાં TikTok વીડિયો મચાવી રહ્યાં છે ધૂમ, કામનાં સમયે લગાવ્યાં ઠુમકા

સોશિયલ મીડિયામાં ડૉક્ટર વાયરલ થયા છે.

પોલીસ વિભાગનાં કર્મીઓનાં ટિકટોક વાયરલ થયા બાદ હવે આરોગ્ય વિભાગનાં અધિકારીઓની ટિકટોક વીડિયો વાયરલ થઇ રહ્યાં છે.

 • Share this:
  બનાસકાંઠા : હાલ ટિકટોક એવી એપ છે કે એકલા યુવાનો જ નહીં પરંતુ તમામ ઉંમરનાં માણસો આ એપથી આકર્ષાય છે. બનાસકાંઠામાં ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે પાલનપુરનાં ડૉક્ટરનાં ઓફિસમાં બેસીને બનાવેલા ટિકટોક હોલ વાયરલ થઇ રહ્યાં છે. પોલીસ વિભાગનાં કર્મીઓનાં ટિકટોક વાયરલ થયા બાદ હવે આરોગ્ય વિભાગનાં અધિકારીઓની ટિકટોક વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. સિવિલ હૉસ્પિટલનાં ડૉ. બિજલ ભદેરુએ પોતાની ઓફિસમાં જ ટિકટોક વીડિયો બનાવ્યા હતા જે ઘણા જ વાયરલ થઇ રહ્યાં છે.

  સિવિલ જિલ્લા તાલીમ ટીમનાં ડૉ. બીજલ ભેદરુ સિનિયર તબીબ છે. એક વીડિયોમાં અન્ય યુવતી સાથે ડુએટ બનાવી 'તારો નંબર દેતી જા મારો નંબર લેતી જા' ગીત પર વીડિયો બનાવ્યો હતો. હાલ સોશિયલ મીડિયા પર 56 વર્ષનાં ડૉ. બીજલ ભેદરુનાં વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. સિવિલ તાલીમ ભવનમાં સ્ટાફ તેમના મોનિટરીંગમાં તાલીમ લઈ રહ્યાં છે. ત્યારે આ પ્રકારનો વીડિયો બનાવવો કેટલો શોભનીય છે? વ્યવસાયે ડોક્ટર હોવાથી લોકોની સેવા કરવાના બદલે તેઓ કામનાં સમયે જ ગુજરાતી ગીતો પર ઠુમકા લગાવે તે કેટલું વ્યાજબી ગણાય.

  આ પણ વાંચો : સુરત : ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ, યુવક પર કર્યો હતો જીવલેણ હુમલો

  મહત્વનું છે કે, બનાસકાંઠામાં ટિકટોક પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. બનાસકાંઠાનાં લાખણીના ઠાકોર સમાજે ટિકટોક વીડિયો બનાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. લાખણી તાલુકાનાં ઠાકોર સમાજે જણાવ્યું હતું કે, ટિકટોક દ્વારા સમાજની છોકરીઓ બદનામ થઈ રહી હોવાના આક્ષેપ સાથે લાખણીના ઠાકોર સમાજે ટિકટોક પર પ્રતિબંધ મુક્યો છે. તેમણે જણાવ્યું કે, આ ટિકટોક વીડિયોથી છોકરીઓની સગાઇ પણ તૂટે છે.

  આ વીડિયો પણ જુઓ :
  Published by:Kaushal Pancholi
  First published: