પાકિસ્તાની વોટ્સઅપ ગ્રુપમાં પાલનપુરનાં યુવાનનો નંબર આવતા ખળભળાટ

આ ગ્રુપ હૈદરાબાદનાં કોઇ શખ્સ દ્વારા ક્રિએટ કરવામાં આવ્યું હોય તેમ જાણવાં મળ્યું છે

આ ગ્રુપ હૈદરાબાદનાં કોઇ શખ્સ દ્વારા ક્રિએટ કરવામાં આવ્યું હોય તેમ જાણવાં મળ્યું છે

 • Share this:
  પાલનપુર: બનાસકાંઠામાં હાલમાં એક મેસેજ ફરતો થયો છે. જે મુજબ પાકિસ્તાની વોટ્સએપ ગ્રુપ ક્રિએટ થયુ હોવાનું સામે આવ્યું છે. આ ગ્રુપ હૈદરાબાદનાં કોઇ શખ્સ દ્વારા ક્રિએટ કરવામાં આવ્યું હોય તેમ જાણવાં મળ્યું છે.
  આ ગ્રુપમાં પાલનપુરનાં એક યુવાનનો નંબર પણ જોડવામાં આવ્યો હોવાનું સામે આવતા અહીંનાં વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

  મહત્વનાં મુદ્દા
  પાકિસ્તાની વોટ્સઅપ ગ્રુપ ક્રિએટ થતા ખળભળાટ
  પાકિસ્તાનના હૈદરાબાદના શખ્સ દ્વારા વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું
  પાલનપુરના યુવાનોને ગ્રુપમાં જોડવામાં આવી રહ્યા છે
  પાકિસ્તાની શખ્સ દ્વારા +923069525919 નંબરથી બનાવ્યું છે ગ્રુપ
  વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસને કરાઈ જાણ

  જે પાકિસ્તાની શખ્સ દ્વારા આ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું છે તેનો નંબર હાલમાં વાઇરલ થયો છે. આ નંબર +923069525919 છે. આ વાતની જાણકારી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આપવામાં આવી છે. જે વિશે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
  Published by:Margi Pandya
  First published: