Live video: પાલનપુરની મહિલાએ વોશિંગ મશીન ખોલ્યું તો એકદમ ડરી ગઇ, રેસ્ક્યૂ ટીમે બે કલાકની જહેમતે ચાર સાપ કાઢ્યા

વીડિયોમાંથી લીધેલી તસવીર

મહિલાએ જ્યારે કપડાં ધોવા માટે વોશિંગ મશીન ખોલ્યું તો અંદર સાપ દેખાતા તે ડરી ગઈ હતી.

  • Share this:
    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: પાલનપુરની (Palanpur) એક સોસાયટીમાં વોશિંગ મશીનમાં ચાર સાપ (snake in Washing machine) ઘુસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.  જોઇને જ પરિવારનો પરસેવો છૂટી ગયો હતો. જોકે, તે લોકોએ વોશિંગ મશીનમાંથી સાપ નીકાળવા માટે રેસક્યુ ટીમને (rescue team) બોલાવી હતી. સાપનું રેસ્ક્યુ કરનારા સ્થાનિક યુવકોએ એક પછી એક એમ કુલ ચાર સાપને પકડીને બહાર નીકળ્યા હતા. આ તમામ સાપને સુરક્ષિત સ્થળે છોડતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. આ સમાચાર વાયુવેગે આસપાસનાં વિસ્તારોમાં ફેલાતા લોકોમાં પણ ભયનો માહોલ છવાયો હતો.

    મહિલા સાપ જોઇને ડરી ગઇ હતી 

    પાલનપુર શહેરમાં આવેલી રાધે રેસીડેન્સીના એક રહેણાંક મકાનમાં રાખેલા વોશિંગ મશીનમાં ચાર સાપ ઘૂસી ગયા હોવાની ઘટના સામે આવી હતી. રાધે રેસીડેન્સીમાં આવેલા એક મકાનમાં મહિલાએ જ્યારે કપડાં ધોવા માટે વોશિંગ મશીન ખોલ્યું તો અંદર સાપ દેખાતા તે ડરી ગઈ હતી. જેથી તેમના પરિવારે તરત જ સાપનું રેસ્ક્યુ કરનારી ટીમનો સંપર્ક કર્યો હતો.

    અમદાવાદમાં હિટ એન્ડ રન: બેફામ કાર રસ્તા પર સૂતા શ્રમજીવીઓ પર ફરી વળી, મહિલાનું મોત

    બે કલાકની જહેમત બાદ ચાર સાપ બહાર કાઢ્યા

    સાપ પકડનાર યુવકોએ પહેલા વોશિંગ મશીને ઘરની બહાર મૂક્યું હતું. જેથી જો સાપના રેસ્ક્યુ સમયે સાપ છટકે તો પણ કોઇ વ્યક્તિને હાની ન પહોંચાડી શકે. આ યુવકોએ બે કલાક સુધી મહેનત કર્યા બાદ એક પછી એક એમ કુલ ચાર સાપને રેસ્કયુ કરી બહાર નીકળ્યા હતા. જેમાં બે મોટા સાપ હતા અને બે સાપનાં બચ્ચા હતા.  ટીમે રેસ્કયુ કરી ચારેય સાપને પકડીને એક થેલીમાં ભરીને સુરક્ષિત સ્થળે છોડી મૂકતા પરિવારજનોએ હાંશકારાનો અનુભવ થયો હતો.



    એક સાથે વોશિંગ મશીનમાં ચાર સાપ ઘૂસી જતા આ ઘટનાને જોવા માટે આજુબાજુના લોકોના ટોળેટોળા આવી પહોંચ્યા હતા. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

    કોસંબા: માત્ર 13 મિનિટમાં એટીએમ તોડીને 8.68 લાખની ચોરી કરી ભાગ્યા, પણ થોડી જ દૂર કારમાં પડ્યું પંકચર

    અમેરિકામાં પણ આવી જ એક ઘટના બની હતી

    થોડા સમય પહેલા અમેરિકાના ફ્લોરિડામાં પણ આવો જ એક કસ્સો બન્યો હતો. એક પરિવારે કપડા ધોયા પછી તેને વોશિંગ મશીન ડ્રાયરમાં સૂકવવા માટે મૂકી દીધા, પરંતુ વારંવાર પ્રયત્નો કર્યા પછી પણ મશીન શરૂ થયું નહીં અને થોડી વારમાં તેમાંથી પ્રવાહી જેવું બહાર આવવા લાગ્યું.

    આ પછી જ્યારે તેમણે મિકેનિકને બોલાવ્યો અને મશીનની તપાસ કરી તો ડ્રાયરની મોટરમાંથી એક મૃત સાપ મળી આવ્યો.
    Published by:Kaushal Pancholi
    First published: