પાલનપુરઃ ઇકો કાર અકસ્માતમાં ઘાયલ મહિલા અને ડ્રાઈવરે દમ તોડ્યો, લગ્નમાંથી પરત ફરતા ચૌહાણ પરિવારને થયો હતો અકસ્માત

હોસ્પિટલ અને ઘટના સ્થળની તસવીર

પાલનપુર દાંતા રોડ પર આવેલ રતનપુર પાસે શુક્રવારે મોડી રાત્રે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સતલાસણાના નનીભાળુ ગામનો ચૌહાણ પરિવાર ઇકો ગાડી લઈને દાંતીવાડા પાસે લગ્ન પ્રસંગે ગયો હતો.

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બે દિવસ પહેલા બનાસકાંઠામાં (banaskantha) પાલનપુર (palanpur) પાસે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત (accident) સર્જાતા બે લોકોના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં (civil hospital) ખસેડાયા હતા. આજે રવિવારે અન્ય બે લોકોના પણ સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. સમગ્ર ઘટના ત્રણ મહિલા સહિત ડ્રાઈરનું મોત થયું છે. જેના પગલે ચૌહાણ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. અને સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી.

  અસ્માત મૃતકોના નામ
  1. અમરતબા અદેસિંહ ચૌહાણ, ગામ. નનીભાલુ, તા. સતલાસણા
  2. જયાબા કિરણસિંહ ચૌહાણ, ગામ. નાનીભાલુ, તા. સતલાસણા
  3. દલબા કચરસિંહ ચૌહાણ, ગામ. નાનીભાલુ, તા. સતલાસણા
  4. સજ્જનસિંહ માંડસિંહ ચૌહાણ, ગામ. નાનીભાલુ, તા. સતલાસણા (ડ્રાયવર)

  ઇજાગ્રસ્ત ના નામ :-
  1. વિમળાબા સોનસિંહ
  2. મિત્તલબા ભગવાનસિંહ ચૌહાણ
  3. કિરણસિંહ બાબુસિંહ ચૌહાણ તમામ રહે. ગામ નાની ભાલુ, તા.સતલાસણા, જી. મહેસાણા

  આ પણ વાંચોઃ-રાજકોટઃ માથાભારે ધનરાજ બેડલાનો છરી સાથે લુખ્ખાગીરીનો live Video, પોતાની દરેક કારમાં લગાવે છે પોલીસની પ્લેટ

  આ પણ વાંચોઃ-નવસારીઃ ભયંકર અકસ્માતનો live video, નેશનલ હાઇવે નં.48 પર ટેન્કર સાથે ધડાકાભેર અથડાયો ટેમ્પો, મહિલાનું મોત

  લગ્ન પ્રસંગથી પરત ફરતી વખતે નડ્યો હતો અકસ્માત
  પાલનપુર દાંતા રોડ પર આવેલ રતનપુર પાસે શુક્રવારે મોડી રાત્રે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સતલાસણાના નનીભાળુ ગામનો ચૌહાણ પરિવાર ઇકો ગાડી લઈને દાંતીવાડા પાસે લગ્ન પ્રસંગે ગયો હતો. ત્યાંથી આ પરિવાર પરત આવી રહ્યો હતો તે દરમિયાન પાલનપુરના રતનપુર પાસે હાઇવે પર ટ્રક અને ઇકો ગાડી સામસામે ટકરાતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ઇકો ગાડીના ફુરચેફુરચા ઉડી ગયા હતા.

  આ પણ વાંચોઃ-નવસારીઃ દાદાગીરીનો live video, 'ભીખારી..કાચના રૂ.300 આપ નહીં તો..', ખુલ્લી તલવાર બતાવી ટ્રક ડ્રાઈવરની પોલીસને ધમકી

  આ પણ વાંચોઃ-સુરતઃ એક્ટર બનવા મુંબઈ ગયેલા પતિએ સસરા પાસે લીધા ઉધાર પૈસા, સસરાએ પુત્રવધૂ પાસે આવી રીતે વસૂલ્યા પૈસા

  ઘટના સ્થળે જ બે મહિલાઓ મોતને ભેટી હતી
  આ ગોઝારા અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતા ઇકો ગાડીમાં બેઠેલા જયાબા કિરણસિંહ ચૌહાણ અને અમરતબા અદેસિંહ ચૌહાણનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો, 108 એમ્બ્યુલન્સ વાન અને પાલનપુર તાલુકા પોલીસ બનાવ સ્થળે આવી પહોંચી હતી અને બંને મૃતકોની લાશને પીએમ અર્થે ખસેડી હતી.  જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડતા બે લોકોના કરૂણ મોતથી ચૌહાણ પરિવારમાં માતમ છવાયો હતો.
  Published by:ankit patel
  First published: