Home /News /north-gujarat /બનાસકાંઠા: મેઘરાજાને રીઝવવા મહાયજ્ઞનું આયોજન

બનાસકાંઠા: મેઘરાજાને રીઝવવા મહાયજ્ઞનું આયોજન

બનાસડેરી જિલ્લામાં હરિયાળી ક્રાંતિ માટે 21 લાખ વૃક્ષા રોપણ કરશે.

બનાસડેરી જિલ્લામાં હરિયાળી ક્રાંતિ માટે 21 લાખ વૃક્ષા રોપણ કરશે.

    આનંદ જયસ્વાલ: મેઘરાજાને મનાવવા માટે અનેક સ્થળોએ જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. એક તરફ દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે ત્યારે બીજી તરફ વરસાદ ન થતા બેહાલ થયેલા ખેડૂતો મેઘરાજાને રીઝવવા માટે અવનવા પ્રયાસો કરી રહ્યા છે તે દરમિયાન આજે બનાસડેરી દ્વારા પણ બનાસ ડેરી સંકુલમાં આવેલ શિવ મંદિર ખાતે પર્જન્ય મહાયજ્ઞનું આયોજન કરાયું હતું.

    બનાસકાંઠા જિલ્લાની પ્રજા છેલ્લા બે વર્ષથી ગંભીર દુષ્કાળનો સામનો કરી રહી છે ગત વર્ષે વરસાદ ન થતા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ હતી અને તેના કારણે લોકો ભારે મુશ્કેલીમાંથી પસાર થયા હતા ત્યારે આ વર્ષે પણ પ્રથમ રાઉન્ડમાં સામાન્ય વરસાદ થયા બાદ સારો વરસાદ થવાની આશા લઇને ખેડૂતોએ વાવણી કરી દીધી પરંતુ બાદમાં વરસાદ ન થતા ખેડૂતો અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે .બનાસકાંઠામાં હરિયાળી કાંતિ થાય અને વરસાદ આવે તે માટે બનાસડેરી દ્વારા આજે પર્જન્ય યજ્ઞ આયોજન કરાયું હતું.



    જેમાં બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સહિત સંચાલકોએ યજ્ઞમાં આહુતિ આપી મેઘરાજાને રિઝવવા પ્રાર્થના કરી હતી.



    સાથે જ બનાસકાંઠા જીલ્લાની અંદર હરિયાળી ક્રાંતિ થાય તે માટે પણ બનાસડેરી દ્વારા 21 લાખ નવા વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે. જે સામૂહિક વૃક્ષારોપણ અભિયાન આગામી 25 જુલાઈ 31 ઓગસ્ટ સુધી જિલ્લાની સેવાભાવી સંસ્થાઓ,એન જી ઓ,શાળા, કોલેજ અને પર્યાવરણ પ્રેમીઓએ સાથે મળી 21 લાખ વૃક્ષારોપણ કરવામાં આવશે, જેથી આવનાર સમયમાં બનાસકાંઠામાં હરિયાળી ક્રાંતિ લાવી શકાય.

    વરસાદ પાછો ખેંચાતા વરૂણ દેવને રીઝવવા માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. પાકની વાવણી કર્યા પછી વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોઓ પણ મોટી ચિંતામાં મુકાયા છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Banaskantha, Varsad, ખેડૂત, ખેતર, વરસાદ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन