બનાસકાંઠામાં ફરી શરમજનક ઘટના: ધોરણ-12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ

News18 Gujarati
Updated: October 27, 2020, 3:27 PM IST
બનાસકાંઠામાં ફરી શરમજનક ઘટના: ધોરણ-12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ
પોલીસ મથક.

જિલ્લાના પાલનપુર શહેરનો બનાવ, દુષ્કર્મ બાદ આરોપીએ પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

  • Share this:
આનંદ જયસ્વાલ,  બનાસકાંઠા: જિલ્લામાં મહિલા અત્યાચારના બનાવોએ જાણે કે માઝા મૂકી છે. બનાસકાંઠા જિલ્લા (Banaskantha District)માં ફરી એક વખત શરમજનક ઘટના સામે આવ્યો છે. પાલનપુર (Palanpur)માં ધોરણ 12માં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ (Teenage Raped) આચરવામાં આવ્યું છે. આ મામલે સગીરાના પિતાએ મોન્ટુ બાયડ નામના યુવક સામે ફરિયાદ આપી છે. આરોપી મોન્ટુ સગીરાના પિતાના પાર્લર પર આવતો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે. દુષ્કર્મ બાદ આરોપીએ પીડિતાને આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

પીડિતાના પિતાના પાર્લર પર  સિગારેટ પીવા આવતો હતો આરોપી

યુવક અવારનવાર સગીરાના પિતાના પાર્લર પર સિગારેટ પીવા માટે આવતો હતો. જે બાદમાં તે સગીરાને ફોસલાવીને તેની સાથે મોબાઈલ પર વાતચીત કરતો હતો. દરમિયાન ચારેક માસ અગાઉ આ સગીરા પોતાના ઘરમાં એકલી હતી તે સમયે આ યુવકે તેના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે શારીરિક અડપલાં કરી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી આઘાત પામેલી સગીરા તેના નાનીના ઘરે ચાલી ગઇ હતી. જોકે, ત્યાં પણ આ મોન્ટુ નામનો યુવક તેનાં ઘરની આજુબાજુ આંટા ફેરા મારતા તેની નાનીએ તેને ધમકાવી કાઢી મૂક્યો હતો.

બાદમાં સગીરા તેના ઘરે પરત આવી ગઈ હતી. ઘરે પરત આવ્યા બાદ પણ આ યુવક તેના ઘરની સામે બેસી રહી સગીરા સામે જોઈ રહેતા સગીરાનું ધ્યાન ભણવામાં લાગતું ન હતું. બાદમાં માનસિક રીતે પરેશાન કરતા કંટાળેલી સગીરાએ આ યુવક સામે ફરિયાદ નોંધાવી છે, બનાવને પગલે સગીરાની ફરિયાદના આધારે પાલનપુર શહેર પૂર્વ પોલીસે દુષ્કર્મ આચરનાર મોન્ટુ બાયડ સામે પોસ્કો મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જિલ્લામાં ગુનાખોરીના બનાવો વચ્ચે સરહદી રેન્જ IG જે.બી. મોરથલીયા બનાસકાંઠાની મુલાકાત આવી પહોંચ્યા છે. તેમણે પાલનપુર અને ડીસા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે પોલીસ અધિકારીઓ સાથે જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરી હતી. IGની મુલાકાતને લઈને પોલીસ એલર્ટ પર રહી હતી.

આ પણ વાંચો: નરેશ કનોડિયાના નિધન પર PM મોદીનું ટ્વીટ: 'નરેશ કનોડિયાના અવસાનથી વ્યથિત છું'જિલ્લામાં તાજેતરમાં બનેલા બનાવો:

12 વર્ષની સગીરાની દુષ્કર્મ બાદ હત્યા: 17મી ઓક્ટોબરના રોજ દાંતીવાડા ભાખર ગામ ખાતે એક 12 વર્ષીય કિશોરીની દુષ્કર્મ બાદ હત્યા કરી નાખવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો હતો. દાંતીવાડાના ભાખર ગામ ખાતે એક 12 વર્ષની મૂકબધીર કિશોરી એક દિવસ પહેલા ગુમ થઈ હતી. જે બાદમાં અવાવરું જગ્યા પરથી કિશોરીનો ગળું કાપેલી હાલતમાં મૃતદેહ (Dead Body) મળી આવ્યો છે. આ મામલે પોલીસે કિશોરીના ફઈના દીકરાની ધરપકડ કરી હતી. સગીરા પર દુષ્કર્મ આચર્યા બાદ તેનું ગળું કાપીની હત્યા કરી નાખવામાં આવી હતી. કિશોરી ગુમ થઈ હતી ત્યાર બાદ એક યુવક તેને બાઇક પર લઈ જતો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.

આ પણ જુઓ-

સ્પા સેન્ટરમાં સગીરાની છેડતી: જિલ્લામાં 12 વર્ષની સગીરાની દુષ્કર્મ બાદ હત્યાના દિવસે જ ડીસામાં સ્પા સેન્ટરમાં સગીરાની છેડતી થઈ હોવાની ઘટના સામે આવી હતી. જેમાં સ્ટુડિયો-11 સલુન એન્ડ સ્પા સેન્ટરની અંદર હેર સ્પા માટે ગયેલી સગીરાની છેડતી કરવામાં આવતા સ્પાના કર્મચારી સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સગીરા તેની બહેનપણીઓ સાથે હેર સ્પા માટે ગઇ હતી. જ્યાં સ્ટુડિયો-11માં કામ કરતાં સુશીલ હંસરાજ યાદવે બેક મસાજ કરવાનું કહી સગીરાને અંદરના રૂમમાં લઈ જઇ સ્ટોપર બંધ કરી દીધી હતી. સગીરાએ સ્ટોપર કેમ બંધ કરો છો તેમ કહેતાં સુશીલ યાદવે અહીંનો રૂલ્સ છે તેમ કહી સગીરાનો જમણો હાથ પકડી ગળાના ભાગે બળજબરીથી ચુંબન કરી લીધું હતું.
Published by: Vinod Zankhaliya
First published: October 27, 2020, 3:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading