ડીસામાં IPSના પુત્ર સામે કેસ કરતાં રેલવે પોલીસકર્મીની બદલી, વિરોધ

News18 Gujarati
Updated: February 9, 2019, 4:16 PM IST
ડીસામાં IPSના પુત્ર સામે કેસ કરતાં રેલવે પોલીસકર્મીની બદલી, વિરોધ
News18 Gujarati
Updated: February 9, 2019, 4:16 PM IST
આનંદ જયશ્વાલ, બનાસકાંઠા

બનાસકાંઠાના ડીસામાં OBC એકતા મંચ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ વિરોધ પાછળનું કારણ છે કે અહીંના એક રેલવે પોલીસકર્મીની બદલી કરવામાં આવી જેથી નારાજ OBC એકતા મંચ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગત પ્રમાણે OBC એકતા મંચે આરોપ લગાવ્યો કે ડીસામાં IPS અશોક યાદવના ભત્રીજા સામે રેલવે પોલીસકર્મીએ કાયદાકીય પગલા લઇ કેસ દાખલ કર્યો હતો. હવે આટલા મોટા અધિકારીના પુત્ર સામે કેસ કરતાં નાના એવા પોલીસકર્મીને સજાના ભાગરૂપે બદલી તો થવાની જ હતી. થયું પણ એવું જ. કેસ કરનાર રેલવે પોલીસકર્મી નરસિંહ દેસાઇની બદલીનો ઓર્ડર આવ્યો.

રેલવે પોલીસકર્મીની બદલીના ઓર્ડરની વાત OBC એકતા મંચ સુધી પહોંચી અને તેઓએ બદલીના વિરોધમાં રેલવે વિભાગની ઓફિસ સામે જ વિરોધ પ્રદર્શન કર્યું અને નારાબાજી કરી હતી. એટલું જ નહીં સાથે ધમકી પણ આપી કે બદલી નહીં રોકાય તો રેલવે વ્યવહાર ખોરવી ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.
First published: February 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...