દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ગેરરીતિ અંગે કુલપતિ સહિત 6 સામે ફરિયાદ

News18 Gujarati
Updated: March 17, 2019, 11:48 AM IST
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ગેરરીતિ અંગે કુલપતિ સહિત 6 સામે ફરિયાદ
કુલપતિ અશોક પટેલ સહીત છ વ્યક્તિઓ સામે ફરીયાદ નોંધવામાં આવી છે

આ નોટિસમાં જવાબ યોગ્ય નહીં મળે તો ગુનો પણ દાખલ કરવાની ચિમકી આપી છે.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ઘણાં સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. આ યુનિવર્સિટી સામે ઈન્દોરની બોટન ટેકનોમેક પ્રા.લી. વતી ચેનલ પાર્ટનરના એક વ્યક્તિએ પોતાના ટેન્ડરમાં થયેલા અન્યાય મામલે છેતરપિંડી કરેલા આક્ષેપો સાથે કુલપતિ સાથે 6 વ્યક્તિ સામે નોટીસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં જવાબ યોગ્ય નહીં મળે તો ગુનો પણ દાખલ કરવાની ચિમકી આપી હતી.

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી કેટલાક સમયથી આક્ષેપો થઇ રહ્યાં છે કે આ કેમ્પસમાં નીતિ નિયમો નેવે મુકી કુલપતિ સહિત નાયબ ઈજનેરો અને અન્ય મિલીભગતોથી ખરીદી હોય કે ભરતી હોય કે કેમ્પસમાં બિલ્ડીંગનું બાંધકામ હોય બધામાં ગેરરીતિઓ છે. આ મામલે કેટલાક યુનિવર્સિટી સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરોએ ગાંધીનગર સુધી અપીલો અને આ તમામ ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે અપીલો પણ કરેલી છે. ફરિયાદ સામે આ લોકો જવાબ તો આપી રહ્યાં છે. પરંતુ તાજેતરમાં ઈન્દોરના બોન્ટન ટેકનોમેક પ્રા.લી. ફર્નીચરની કંપનીએ દાંતીવાડા યુનિવર્સિટીમાં ટેન્ડર પ્રક્રિયામાં તેમની સાથે છેતરપિંડી થયાનું બહાર આવ્યું છે. જે પછી આ કંપનીએ માહિતી અધિકારી લોકાયુક્તમાં ગેરરીતિ મામલે રજુઆત ગાંધીનગર અપીલ કરેલી.

આ યુનિવર્સિટીના સત્તાધીશોએ જાતે કરીને અધુરી માહિતી આપી હોવાના આક્ષેપો સાથે પાલનપુરના એક વકીલ દ્વારા કુલપતિ, સંશોધન, નિયામક, હિસાબી નિયામક, કુલસચિવ, આચાર્ય, ડીન, સી.પી. કૃષિ મહાવિદ્યાલય તેમજ નાયબ ઈજનેર કાર્યપાલક ઈજનેર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના આ તમામ સામે ગેરરીતિ મામલે ફોજદારી ગુનાની ચિમકી આપતા ભ્રષ્ટાચારીઓમાં ખળભળાટ મચી ગયો હતો.
First published: March 17, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading