Home /News /north-gujarat /

બનાસકાંઠાના ખેડૂતોને સિંચાઈ માટે અપાતુ નર્મદાનું પાણી આજથી બંધ

બનાસકાંઠાના ખેડૂતોને સિંચાઈ માટે અપાતુ નર્મદાનું પાણી આજથી બંધ

પ્રતિકાત્મક તસવીર

    બનાસકાંઠા માં ખેડૂતોને નર્મદા ડેમ માં માંથી સિંચાઈ માટે આપવામાં આવતું પાણી આજથી બંધ કરાયું છે, ત્યારે ખેડૂતો ને સિંચાઈ માટેનું પાણી આપવાનું બંધ કરી દેવાતા 1 લાખ હેકટર જમીનમાં આજથી પિયત થઈ શકશે નહીં.

    નર્મદા ડેમમાં પાણી ઓછું હોવાના કારણે ખેડૂતોને સિંચાઈ માટે નહેરો દ્વારા આપવામાં આવતું પાણી બંધ કરાયું છે, ત્યારે બનાસકાંઠા ના વાવ,થરાદ, ભાભર, અને સુઇગામ તાલુકાની 1 .29 લાખ હેકટર જમીનમાં નર્મદા નહેર દ્વારા સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાંથી એક લાખ હેકટર જમીનમાં પિયત થઈ રહ્યું હતું પરંતુ સરકારે નહેરમાં આજથી પાણી આપવાનું બંધ કરવાની જાહેરાત બાદ આજે રાત્રે થી પાણી આપવાનું બંધ થઈ જશે.બનાસકાંઠા ના એક લાખ હેકટર જમીનમાં હવે પિયત માટે પાણી મળશે નહીં તેવું નર્મદા વિભાગના ઈજનેરએ જણાવ્યું હતું, અને પ્રથમવાર સિંચાઈ માટે પાણી બંધ કરવાનો નિર્ણય કરાયો છે.

    નર્મદા નહેર કાર્યપાલક ઈજનેર એસ.આર.વાગડિયાએ જણાવ્યું કે, ચાલુ વર્ષે નર્મદા ડેમમાં પાણી ઓછું હોવાથી પ્રથમવાર સિંચાઈ માટે આપવામાં આવતું પાણી બંધ કરાયું છે, અને તે ક્યાં સુધી બંધ રાખવામાં આવશે તે હજુ નક્કી નથી.

    બનાસકાંઠાના મોટાભાગનો વિસ્તાર નહેર આધારીત છે ત્યારે એક માસથી પાણી ઓછું કરી દેવાતા અનેક વિસ્તારોમાં નહેર ખાલીખમ છે જેના કારણે ખેડૂતો દ્વારા પિયત માટે મુકવામાં આવેલ મશીનો હટાવી દેવાયા છે, ત્યારે આજથી નહેરમાં સંપૂર્ણ પાણી બંધ થઈ જવાના કારણે હવે એક લાખ હેક્ટરમાં ખેડૂતોને પિયત માટે પાણી મળશે નહીં. જેથી આગામી ઉનાળાના સમયમાં ખેડૂતોના ખેતર બંજર બની જશે. તો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થાય તેવી શકયતા નકારી શકાય નહીં.

    સ્ટોરી - આનંદ જયસ્વાલ
    Published by:kiran mehta
    First published:

    Tags: Banaskantha, Irrigation, Narmada water, Stopped, Today, ખેડૂતો

    આગામી સમાચાર