Home /News /north-gujarat /

16 જીલ્લામાં નર્મદા કેનાલની સફાઈ અને મરામતનું કામ પુરજોશમાં, ખેડૂતોને થશે ફાયદો

16 જીલ્લામાં નર્મદા કેનાલની સફાઈ અને મરામતનું કામ પુરજોશમાં, ખેડૂતોને થશે ફાયદો

પ્રતિકાત્મક તસવીર

    ભવિષ્માં રાજ્યમાં પાણીની મુોશ્કેલી ન રહે અને લોકો પાણીનો બચાવ કરે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્થાપના દિવસથી સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા રાજ્યની જીવાદોરી એવી સરદાર સરોવર નર્મદા યોજનાના કેનાલ નેટવર્કમાં સફાઈ તથા મરામતનું કામ પુર જોશમાં કરવામાં આવી રહ્યું છે.

    મળતી માહિતી મુજબ, સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત નરેમદા કેનાલ નેટવર્કમાં રાજ્યના 16 જીલ્લા અને 65 તાલુકાઓમાં કેનાલની સાફસફાઈ અને મરામતનું કામ હાથ ધર્યું છે. જેના કારણે અગામી સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી છેક છેવાડા સુધી પહોંચાડવામાં મદદ મળશે. સાથે વારંવાર કેનાલમાં ગાબડા પડવાના કારણે ખેતરોમાં ફરી વળતા પાણીથી પણ રાહત મળશે.

    નર્મદા કેનાલમાં સાફ સફાઈ અને મરામતની કામગીરી સૌરાષ્ટ્ર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પુરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે. આ કામમાં નિગમ દ્વારા સ્થાનિક ખેડૂતોનો સાથ સહકાર પણ લેવામાં આવી રહ્યો છે. નિગમ દ્વારા કેનાલની સાફસફાઈ અને મરામતનું કામ શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીની આશા જાગી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Benefit, Cleaning, Narmada canal, ખેડૂતો

    આગામી સમાચાર