કરોડપતિ સાધ્વીના બિલ્ડરો સાથેના સંબંધની પોલ ખોલી પુર્વ સાધકે લગાવ્યો આ આરોપ!

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 30, 2017, 3:40 PM IST
કરોડપતિ સાધ્વીના બિલ્ડરો સાથેના સંબંધની પોલ ખોલી પુર્વ સાધકે લગાવ્યો આ આરોપ!
પાલનપુરઃકરોડોની છેતરપિંડી અને રોકડ, સોનું, દારૂ સાથે પકડાયેલા સાધ્વી જયશ્રીગીરીની બેનામી સંપતિની તપાસ માટે પોલીસે ત્રણ ટીમો બનાવી તપાસ શરૂ કરી દીધી છે.બીજી બાજુ કેસના બીજા આરોપી ચિરાગ રાવલની માતાએ તેમનો પુત્ર 22દિવસથી ગુમ હોવાની અરજી પોલીસને આપી છે. શનિવારે દિવસભર પણ પોલીસે સાધ્વીની પુછપરછ કરી હતી. રિમાન્ડ પુરા થતાં સાધવીને કોર્ટમાં રજૂ કરી હતી.જયા ૩ દિવસ ના રિમાન્ડ મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 30, 2017, 3:40 PM IST
પાલનપુરઃકરોડોની છેતરપિંડી અને રોકડ, સોનું, દારૂ સાથે પકડાયેલા સાધ્વી જયશ્રીગીરીની બેનામી સંપતિની તપાસ માટે પોલીસે ત્રણ ટીમો બનાવી તપાસ શરૂ કરી દીધી છે.બીજી બાજુ કેસના બીજા આરોપી ચિરાગ રાવલની માતાએ તેમનો પુત્ર 22દિવસથી ગુમ હોવાની અરજી પોલીસને આપી છે. શનિવારે દિવસભર પણ પોલીસે સાધ્વીની પુછપરછ કરી હતી. રિમાન્ડ પુરા થતાં સાધવીને કોર્ટમાં રજૂ કરી હતી.જયા ૩ દિવસ ના રિમાન્ડ મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

sadhvi muskeli

તેમજ  વિદેશી દારૂની બોટલ મળતાં સાધ્વી સામે પ્રોહિબિશનનો ગુનો અલગથી નોંધ્યો છે.જોકે એક સમય ના સાધ્વી ના પૂર્વ સેવક એવા રાજન બારડ એ સાધ્વી જયશ્રીગીરીની ગુનાહિત ઈતિહાસ પર ચોકાવનારા ખુલાસા કર્યા હતા સાધ્વીના પૂર્વ સેવક રાજન બારડએ ઘટસ્ફોટ કર્યું હતું કે પાલનપુરમાં મોટાભાગના બિલ્ડરો સાથે સાધ્વીની ભાગીદારી છે  અને હાલમાં  ત્રણ વધુ બિલ્ડર સાઈડનું કામ ચાલી રહયું છે.

તેમજ વધુમાં કહ્યું હતું કે પાલનપુરના બિઝનેસમેન  અને બિલ્ડરો પાસે સાધ્વી ના ૧૨ કરોડથી વધુ રકમ ઉચ્ચા વ્યાજે ફરે છે. સૌથી મોટોએ ખુલાસોએ પણ કર્યો હતો  કે સાધ્વી જયશ્રીગીરીનીનું અસલ નામ હસીના બેબી છે. ગુનાહિત ઈતિહાસમાં માસ્ટર માઈન્ડ ગણાતી સાધ્વી સામે આસારામ તો બચ્ચું હોવાનું ખુલાસો કર્યો હતો.

First published: January 30, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर