ઈન્ડિયા વિકલાંગ ક્રિકેટ ટીમમાં બનાસકાંઠાના મોહમ્મદ હનીફનું થયું સિલેક્શન

News18 Gujarati
Updated: March 30, 2018, 6:40 PM IST
ઈન્ડિયા વિકલાંગ ક્રિકેટ ટીમમાં બનાસકાંઠાના મોહમ્મદ હનીફનું થયું સિલેક્શન

  • Share this:
ભારતમાં ક્રિકેટને માત્ર રમત નહી પરંતુ એક જનુન તરીકે માનવામાં આવે છે. અને આ દેશમાં ક્રિકેટ રમતા દરેક ક્રિકેટરોનું એક સપનું હોય છે કે તેના જીવનકાળ દરમ્યાન તેને એકવાર બ્લ્યુ જર્સી પહેરવાની તક મળે. બ્લ્યુ જર્સી એટલે ઇન્ડિયા ક્રિકેટ ટીમનો ડ્રેસ. ત્યારે ડીસા જેવા નાનકડા શહેરના એક વિકલાંગને આ તક મળી છે અને આગામી સમયમાં બાંગ્લાદેશ ખાતે યોજાનારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ વતી તેનું સિલેકશન થયું છે.

હાથમાં સીઝન બોલ અને આંખોમાં સપના ધરાવતા આ યુવકનું નામ છે મોહમ્મદ હનીફ ઘોરી.. મોહમ્મદ હનીફ ઘોરી ડીસા તાલુકાના જુનાડીસા ગામનો રહેવાસી છે અને એકદમ ગરીબ પરિવારમાંથી આવતો મોહમ્મદ હનીફ ઘોરી દિવસે ક્રિકેટ રમે છે અને રાત્રે એક ખાનગી હોટલમાં ચોકીદાર તરીકે ફરજ બજાવે છે. મોહમ્મદ હનીફ ઘોરીના હાથની આંગળીઓ નથી છતાં હનીફના હાથમાં સીઝન બોલ આવતાં જ તે જાદુગર બની જાય છે. પોતાની ગતી અને સ્વીંગની મદદથી હનીફ ભલભલા બેટ્સમેનોને હંફાવી નાખે છે. છેલ્લા ત્રણ વર્ષથી ડીસા શહેરમાં આવેલા ન્યુ ટીસીડી મેદાન પર ક્રિકેટના મેદાનમાં પરસેવો પાડી રહેલા મોહમ્મદ હનીફ ઘોરીની મહેનત આખરે રંગ લાવી છે.

ગુજરાતની વિકલાંગ ટીમમાં દમદાર પરફોર્મન્સ કર્યા બાદ હવે મોહમ્મદ હનીફ ઘોરીની પસંદગી ઇન્ડિયાની ટીમમાં થઇ છે. આગામી સમયમાં બાંગ્લાદેશ ખાતે આંતરાષ્ટ્રીય વિકલાંગ ક્રિકેટ સીરીજ યોજાનાર છે અને આ સીરીજમાં મોહમ્મદ હનીફ ઘોરીની પસંદગી ભારતીય ટીમ માટે થઇ છે. ડીસા જેવા નાના સેન્ટરનો ક્રિકેટર આંતરાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટમાં ઝળકે તે માત્ર ડીસા અને બનાસકાંઠા જ નહી પરંતુ ગુજરાત માટે ગૌરવની વાત છે. ઇન્ડીયન ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવું દરેક ક્રિકેટરનું સપનું હોય છે. ત્યારે મેદાનમાં પરસેવો પાડીને આ સિદ્ધિ મેળવનાર મોહમ્મદ હનીફ ઘોરી ડીસા જેવા નાના શહેરોમાંથી અન્ય ખેલાડીઓ પણ આગળ આવે તેવી આશા વ્યક્ત કરી રહ્યો છે.

ભારતીય ટીમમાં સ્થાન મેળવનાર મોહમ્મદ હનીફ ઘોરીએ જણાવ્યું કે, હું સામાન્ય 4500 રૂપિયામાં નોકરી કરું છું પણ મને ક્રિકેટ માં ખુબજ રસ છે એટલે હું અથાગ મહેનત કરતા મારુ ક્રિકેટ માં ઇન્ડિયાની વિકલાંગ ટીમમ પસંદગી થઈ છે. હું ચોક્કસ સારું પર્ફોમન્સ બતાવીશ.

હનીફની માતા અમીના સિંધીએ જણાવ્યું કે, મારા પુત્રને નાનપણથી જ ક્રિકેટમાં રસ હતો, તેના પિતાના અવસાન બાદ અમે તેને ક્રિકેટ રમવામાં ખુબજ મદદ મદદ કરી છે.

મોહમ્મદ હનીફ ઘોરીનું ટેલેન્ટ અને તેની ધગસના સાક્ષી આ મેદાન પર તેને ટ્રેનીંગ આપી રહેલા તેના કોચ વિપુલ આલ પણ છે.. મોહમ્મદ હનીફ ઘોરી દિવસ દરમ્યાન કલાકો સુધી ટર્ફ પર બોલિંગ કરીને પરસેવો પાડે છે. આ ઉપરાંત એકદમ ગરીબ પરિવારમાંથી આવતા મોહમ્મદ હનીફ ઘોરીનું ભારતીય ટીમમાં સિલેકશન થતા ડીસા જેવા નાના સેન્ટરમાં પણ ઊંચું ક્રિકેટ હોવાનું જણાવ્યું હતું.એક સમય હતો કે જયારે ક્રિકેટમાં મેઘા સિટીના જ ખેલાડીઓને ભારતીય ટીમમાં સ્થાન મળતું હતું. અને ભાગ્યે જ ગણ્યાગાંઠ્યા ગુજરાતના ખેલાડીઓ ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકતા હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી ક્રિકેટમાં આવેલા પરીવર્તનને પગલે જ હવે ડીસા જેવા નાના સેન્ટરના ખેલાડીઓ પણ ભારતની ટીમમાં સ્થાન મેળવી રહ્યા છે તે ખુબ જ સારી બાબત છે.

સ્ટોરી - આનંદ જયસ્વાલ
First published: March 30, 2018
વધુ વાંચો
अगली ख़बर