Home /News /north-gujarat /

બનાસકાંઠાઃ CNG pump પરથી મોબાઈલ ચોરી, આધેડ કારમાં બેસી ફરાર, ઘટનાનો viral video

બનાસકાંઠાઃ CNG pump પરથી મોબાઈલ ચોરી, આધેડ કારમાં બેસી ફરાર, ઘટનાનો viral video

વાયરલ વીડિયો પરની તસવીર

banaskantha crime news: સીએનજી પંપના (CMG Pump) એક કર્મચારીનો મોબાઈલ ગુમ (mobile) થયો હતો. જે મામલે સીસીટીવીમાં (CCTV) તપાસ કરતા એક બ્લેક કલરની કારમાં સવાર ત્રણ લોકો સીએનજી ભરાવવા માટે આવ્યા હતા.

    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠાના (banaskantha news) લાખણી હાઇવે ઉપર આવેલા સીએનજી પંપ પર સી.એન.જી. ગેસ (CNG pump) ભરાવા આવેલ એક આધેડ પમ્પના કર્મચારીનો મોબાઈલ ચોરી (mobile theft) કરી ગયો હોવાની ઘટના સામે આવી છે. આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં (mobile theft cctv) કેદ થતા ગાડી નંબરના આધારે ચોરની તપાસ શરૂ કરાઇ છે.

    લાખણીમાં હાઇવે ઉપર આવેલા સીએનજી પંપ ઉપરથી સીએનજી ભરાવવા માટે આવેલી ગાડીમાં બેથેલ એક આધેડ મોબાઈલ ચોરી કરી ગયો છે. સીએનજી પંપના એક કર્મચારીનો મોબાઈલ ગમ થયો હતો. જે મામલે સીસીટીવીમાં તપાસ કરતા એક બ્લેક કલરની કારમાં સવાર ત્રણ લોકો સીએનજી ભરાવવા માટે આવ્યા હતા.

    જેમાં ગાડીમાં ગેસ ભરાવ્યા બાદ એક આધેડ સીએનજી પંપના સ્ટાફની નજર ચૂકવી સીએનજી પંપના ડીસ્પેન્સર પર પડેલ મોબાઇલ લઇ ગાડીની પાછળની સીટ પર બેસી રવાના થઇ ગયો હતો. જે ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં થઈ હતી. જોકે ગાડી સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાતી હોય ગાડી ના રજીસ્ટ્રેશન ના આધારે સીએનજી પંપ ના સંચાલકે મોબાઈલ ચોરની તપાસ શરૂ કરી છે.

    આ પણ વાંચોઃ-અમદાવાદના King બનવાના સપના જોતા માથાભારે રોહિત ઠાકોર ઝડપાયો, શું હતો પ્લાન?

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ઘરનું ભાડું ભરવા માટે યુવકે મોબાઈલની ચોરી કરી હતી. અમદાવાદના હીરાવાડી વસંતનગર (Hirawadi Vasant Nagar Area of Ahmedabad ) પાસે એક કિશોર પાસે થી મોબાઈલ ઝુંટવી (Mobile Snatching Incident in Ahmedabad) એ એક આરોપી ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ મળતાં પોલીસ એ બાતમીના આધારે આરોપી નો ધરપકડ કરી લીધી છે.

    આ પણ વાંચોઃ-OMG! મહિલાએ જાહેરમાં બોસ સાથે કર્યો દુર્વ્યવહાર, પછી કોર્ટમાં જઈને લાખોનું લીધુ વળતર!

    જો કે આરોપી ની પૂછપરછ માં બહાર આવ્યું છે કે તેના મકાન નું ભાડું ચુક્કવાનું બાકી હતું અને તેની પાસે કોઈ કામ ધંધો પણ ના હતો. જો કે પોતે મજૂરી ની શોધ માં હતો પરંતુ મજૂરી મળતી ના હોવાથી તેણે આ મોબાઇલ સ્નેચિંગ કરીને તે વહેચી ને ભાડું ભરવાનું વિચારી ને મોબાઈલ સ્નેચિંગ કરીને પલાયન થઈ ગયો હતો.

    આ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ ST બસના મહિલા કંડક્ટર અને મહિલા મુસાફર વચ્ચે ઝપાઝપીનો video viral

    આરોપી વિશાલ પટ્ટણી 8 મી ઓગસ્ટ ના દિવસે હીરાવાડી વસંત નગર પાસે ઊભો હતો. તેની પાસે કોઈ કામધંધો ના હતો અને મકાન નું ભાડું ચુક્કવનું હોવાની મજૂરી ના શોધ માં હતો પરંતુ કોઈ મજૂરી મળતીના હોવાથી તે વિજય પાર્ક ઠક્કર નગર તરફ થી એક યુવક ફોન પર વાત કરતા કરતા આવતો હતો. જેથી આરોપી એ આ મોબાઈલ ની ચોરી કરી વહેચી ને મકાનનું ભાડું વિચારીને મોબાઈલ સ્નેચિંગ કરીને અંધારા નો લાભ લઈને એક ચાલીમાં છુપાઈ ગયો હતો. બાદ માં રાત્રે ઘરે જતો રહ્યો હતો.
    Published by:ankit patel
    First published:

    Tags: Banaskantha News, Gujarati News News, Mobile theft

    આગામી સમાચાર