બનાસ ડેરીની ચૂંટણીમાં ગેરરીતિનો આક્ષેપ કરતાં MLA શિવાજી ભુરિયા

શંકર ચૌધરી પર ગંભીર આક્ષેપો કરાયા

હવે દિયોદરના ધારાસભ્ય શિવાજી ભુરિયાએ પણ શંકર ચૌધરી પર આક્ષેપો કર્યા છે

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી વિકાસના મુદ્દે નહીં પરંતુ બનાસ ડેરીના મુદ્દે લડાઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. બે દિવસ અગાઉ કોંગ્રેસના પરથી ભટોળે શંકર ચૌધરી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તે બાદ હવે દિયોદરના ધારાસભ્ય શિવાજી ભુરિયાએ પણ શંકર ચૌધરી પર આક્ષેપો કર્યા છે.

  દિયોદર ના ધારાસભ્યએ બનાસ ડેરીના ચેરમેન પર ગંભીર આક્ષેપો મૂક્યા છે. સાથે જ શિવાજી ભુરિયાએ શંકર ચૌધરીને ચેલેન્જ પણ આપી છે. તેમણે કહ્યું છે કે, જો સત્તા બદલાય તો શંકર ચૌધરી પર ફરિયાદ થશે. શંકર ચૌધરીએ ડે. કલેક્ટર શેખને ચૂંટણી અધિકારી બનાવી બનાસ ડેરીની ચૂંટણીમાં ગેરરીતિ આચારી હતી.

  આ પણ વાંચો: PM મોદી અને રાહુલ ગાંધીનાં ગુજરાત પ્રવાસમાં થયો ફેરફાર, જાણો ક્યારે આવશે

  સાથે જ તેમણે આક્ષેપ કર્યો છે કે, બનાસ ડેરીની ચૂંટણીમાં નંબર વગરના બેલેટ પેપરનો ઉપયોગ કર્યો હતો. સાચા બેલેટ પેપરને સાઈડમાં મૂકી બનાવતી બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શંકર ચૌધરી રાતોરાત મત પેટીઓ ઉભી કરી જીત્યા હતા.
  Published by:Azhar Patangwala
  First published: