અછતગ્રસ્ત જાહેર કરવાના માપદંડ ગેરકાયદે છે, વડગામની જનતાનો શું વાંક છે? : મેવાણી

News18 Gujarati
Updated: October 24, 2018, 4:55 PM IST
અછતગ્રસ્ત જાહેર કરવાના માપદંડ ગેરકાયદે છે, વડગામની જનતાનો શું વાંક છે? : મેવાણી
જિગ્નેશ મેવાણી- ફાઇલ તસવીર

વડગામ તાલુકાને અસરગ્રસ્ત જાહેર નહી કરે તો, તાલુકાના પ્રતિનિધિ તરીકે મારે આંદોલનાત્મક પગલા ભરવા પડશે, જેમાં હું જરાય પાછી પાની નહી કરૂ.

  • Share this:
આ વર્ષે રાજ્યમાં કેટલાએ જીલ્લામાં વરસાદ ઓછો પડ્યો છે, જેને લઈ કેટલાક જીલ્લાના અમુક તાલુકાઓને સરકારે અસરગ્રસ્ત જાહેર કર્યા છે. ત્યારે વડગામ તાલુકાના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીએ વડગામ તાલુકાને અસરગ્રસ્ત જાહેર ન કરવામાં આવતા સરકાર પર આકરા પ્રહાર કરી વડગામ તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે.

જીગ્નેશ મેવાણીએ આજે એક પ્રેસ નોટ જાહેર કરી કહ્યું છે કે, ગુજરાત સરકાર અગાઉ કચ્છ-બનાસકાંઠા અને અમદાવાદ જીલ્લાના તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરી ચુકી છે. આ સિવાય સરકારે હમણાં 51 જેટલા તાલુકાને અરસગ્રસ્ત જાહેર કર્યા. આ બધા તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કર્યા તેનો મને વાંધો નથી. પરંતુ બનાસકાંઠામાં આવેલા વડગામ તાલુકાને બાકાત રાખવાનું કારણ શું?

જીગ્નેશ મેવાણીએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, ગામ-વિસ્તારને અસરગ્રસ્ત જાહેર કરવા માટે કલેક્ટર દ્વારા આનાવારી કરવામાં આવવી જોઈએ, મારો પ્રશ્ન એ છે કે, સરકારે વડગામ તાલુકાના કેટલા ગામોમાં ક્યારે આનાવારી કરી અને કયા ગામની કેટલી આનાવારી આવી તેની વિગતો જાહેર કરે.

આ સિવાય મેવાણીએ પ્રશ્ન કર્યા કે, વડગામ તાલુકામાં કેટલા ગામમાં વરસાદ માપક યંત્રો છે? કેટલા ગામોની આનાવારી કરી ? શું આનાવારી આવી ? સરકાર કલેક્ટર મેન્યુઅલ રીતે આનાવારી શા માટે નથી કરતી? રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના દુષ્કાળ મેન્યુઅલનો અમલ શા માટે નથી કરતી? જીગ્નેશ મેવાણીએ કહ્યું છે કે, સરકાર પાસે જો આની વિગત ના હોય તો, માત્રને માત્ર રાજકીય વલણો અનુસાર દુષ્કાળ જાહેર કરીને પોતાના મળતીયાઓને ખટાવવા માંગતી હોય તો તે તદ્દન ગેરબંધારણીય અને ગેરકાનૂની છે.

તેમણે કહ્યું કે, વડગામ તાલુકાના ગામડાની સ્થિતિ નરી આંખે જોઈ શકાય છે. અહીંના ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે, પશુઓ માટે ઘાસચારાની તંગી છે. ખેતીને પૂરક એવો પશુપાલન ઉદ્યોગ આ વિસ્તારમાં ખૂબ વ્યાપક છે, તેવા સંજોગોમાં સરકારે આ તાલુકાની પ્રજા માટે પણ વિચારવું જોઈએ.

જીગ્નેશ મેવાણીએ અંતમાં સરકારને ચીમકી આપતા માંગ કરી છે કે, વડગામ તાલુકાને તુરંત અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે. પશુઓ માટે તત્કાલિન ઘાસચારાનું વિતરણ કરવામાં આવે. પીવાના પાણીની પણ તૂરંત વ્યવસ્થા કરવામાં આવે. ખેતમજૂરોની રોજગારી માટે તૂરંત પગલા ભરવામાં આવે. જે ખેડૂતો પાસે પાક વીમો છે તેમને વળચર ચૂકવવાની વ્યવસ્થા કરવામાં આવે.જૂગ્નેશ મેવાણીએ સરકારને જચીમકી આપતા કહ્યું છે કે, જો સરકાર તત્કાલિન વડગામ તાલુકાને અસરગ્રસ્ત જાહેર નહી કરે તો, તાલુકાના પ્રતિનિધિ તરીકે મારે આંદોલનાત્મક પગલા ભરવા પડશે, જેમાં હું જરાય પાછી પાની નહી કરૂ.
First published: October 24, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading