Home /News /north-gujarat /મહેસાણાઃ વડનગર સબજેલમાં આરોપી મહિલાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મહેસાણાઃ વડનગર સબજેલમાં આરોપી મહિલાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મહેસાણાઃ વડનગર સબજેલમાં આરોપી મહિલાનો ગળેફાંસો ખાઈ આપઘાત.

મહેસાણાઃ વડનગર સબજેલમાં કાચા કામની આરોપી મહિલાએ વહેલી સવારે પોતાની જ સાડીનો ફાંસો બનાવી આત્મહત્યા કરી લીધી છે. જ્યારે જેલ-સત્તાધીશોને જાણ થઈ ત્યારે તેમનું મોત થઈ ચૂક્યું હતું.

મળતી વધુ વિગત મુજબ, મહેસાણાની વડનગર સબજેલમાં કાચા કામના આરોપીઓને રાખવામાં આવતા હોય છે, જ્યાં ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામે આજથી એક મહિના અગાઉ બનેલી પુત્રવધૂની હત્યાના બનાવમાં ખેરાલુ પોલીસ દ્વારા મૃતક મહિલાના પતિ અને સાસુ વિજયાબેન બળદેવજી રાણાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયાં હતાં. રિમાન્ડ પૂરા થયા બાદ આ બન્ને આરોપીઓ- માતા અને પુત્રને વડનગર ખાતે આવેલી સબજેલમાં રાખવામા આવ્યાં હતાં. આજે વહેલી સવારે 6 કલાકે વિજયાબેને પોતાની જ સાડીનો ગળાફાંસો બનાવી બાથરૂમની ફ્રેમ સાથે લટકી જઈ આત્મહત્યા કરી લીધી હતી. ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશને જોતાં જેલ-સત્તાધીશો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે જુડિશિયલ કસ્ટડી પાસે આરોપીનો કબજો હોઈ પોલીસે ખેરાલુ પ્રાંત-અધિકારીની હાજરીમાં લાશનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોતાની જ પુત્રવધૂની હત્યાના આરોપમાં સબજેલમાં રહેલી સાસુના મોત પાછળ અનેક તર્કવિતર્કો સર્જાયા છે. જેને જોતાં પોલીસે પણ વિજયબેનના પુત્ર સહિત જેલ-સત્તાધીશોનાં નિવેદનો લઈ તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે. જોકે પોલીસે હજુ સુધી મહિલાના મોત પાછળ કોઈ ચોક્કસ કારણ દર્શાવ્યું નથી.

મહિલાના મોત પાછળ સ્થળ-નિરીક્ષણ કરતા અધિકારીઓને પ્રાથમિક તારણ ગળેફાંસો ખાધો હોવાનું જણાઈ આવ્યું છે. જોકે પીએમ અને યોગ્ય પોલીસ-તપાસ બાદ જ મૃતક મહિલાના મોતનું સાચું કારણ બહાર આવી શકે એમ છે.
First published:

Tags: Banaskantha, Sub-Jail, Visnagar, આત્મહત્યા, મહેસાણા