વડનગરમાં કૂવામાં પડી આપઘાત કરનારની સ્યૂસાઇડનોટમાં શિક્ષકોના ત્રાસને જવાબદાર ગણાવી

News18 Gujarati
Updated: February 7, 2018, 8:06 PM IST
વડનગરમાં કૂવામાં પડી આપઘાત કરનારની સ્યૂસાઇડનોટમાં શિક્ષકોના ત્રાસને જવાબદાર ગણાવી
મહેસાણાઃ વડનગરમાં કૂવામાં પડી આપઘાત કરનારની સ્યૂસાઇડ-નોટમાં શિક્ષકોના ત્રાસને જવાબદાર ગણાવી .

  • Share this:
મહેસાણાઃ વડનગરમાં યુવકે કૂવામાં પડતું મૂકી ગઈકાલે આપઘાત કર્યા બાદ આજે મૃતકની લાશની ઓળખ કરાઈ છે. મૃતકનું નામ મહેશભાઈ છે અને તેઓ મધ્યાહન ભોજનના સંચાલક હતા.

મળતી વધુ વિગત મુજબ, વડનગરમાં યુવકે કૂવામાં પડતું મૂકી આત્મહત્યાને લઈ અનેક આશંકા જન્મી છે. શાળાના શિક્ષકોના ત્રાસથી યુવકે આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. મૃતક પાસેથી શંકાસ્પદ સ્યૂસાઇડ-નોટ મળી આવી હતી. સ્યૂસાઇડ-નોટમાં શિક્ષકો ત્રાસ આપી પૈસા પડાવતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. વડનગર પોલીસે લાશનું પીએમ કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. સ્યૂસાઈડ-નોટને આધારે શિક્ષકો સામે નોંધાઈ શકે છે પોલીસ-ફરિયાદ.
First published: February 7, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading