બનાસકાંઠાનાં 14 તાલુકાઓમાં મેઘ મહેર, દાંતામાં 4 ઇંચથી વધુ વરસાદ

News18 Gujarati
Updated: August 16, 2019, 3:18 PM IST
બનાસકાંઠાનાં 14 તાલુકાઓમાં મેઘ મહેર, દાંતામાં 4 ઇંચથી વધુ વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે

જિલ્લાનાં તમામ તાલુકાઓમાં એવરેજ ત્રણથી પાંચ ઇંચ જેટલો વરસાદ થતા ખેડૂતો સહિત લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : ડિસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે. જેમાં જિલ્લાનાં તમામ તાલુકાઓમાં એવરેજ ત્રણથી પાંચ ઇંચ જેટલો વરસાદ થતા ખેડૂતો સહિત લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. જેમાં જીલ્લાની અંદર છેલ્લા 24 કલાક દરમ્યાન દાંતા, પાલનપુર ,અમીરગઢ અને વડગામમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે તાલુકાઓમાં એવરેજ ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વરસાદ થતાં જ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.  કેટલીક જગ્યાએ ખેતરોમાં અને મુખ્ય માર્ગો પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય બનાસકાંઠા સહિત માઉન્ટ આબુ અને રાજસ્થાનમાં ભારે વરસાદનાં પગલે બનાસ નદીમાં પણ નવું પાણી આવવાની શરૂઆત થઇ ગઇ છે. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસનદીમાં પાણી આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.રાજસ્થાનમાં થયેલા ભારે વરસાદનો સીધો લાભ બનાસકાંઠા જિલ્લાનાં લોકોને થઇ રહ્યો છે. બનાસ નદીમાં આવતું પાણી દાંતીવાડા ડેમમાં આવતા પાણીના તળ ઊંચા આવશે. આનો લાભ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને લોકોને મળશે. આગામી સમયમાં હજુ પણ વધુ વરસાદ થવાની શક્યતા હોવાથી હજુ પણ વધુ સારો વરસાદ થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

24 કલાક દરમ્યાન વરસાદનાં આંકડા ( સવારે 8 વગ્યા સુધીના )


અમીરગઢ 93 મીમી
ભાભર 27 મીમી
દાંતા 108 મીમી
દાંતીવાડા 74 મીમી
ધાનેરા. 59 મીમી
દિયોદર 58 મીમી
ડીસા 72 મીમી
કાંકરેજ 22 મીમી
પાલનપુર 96 મીમી
થરાદ 28 મીમી
વાવ 40 મીમી
વડગામ 75 મીમી
લાખણી 58 મીમી
સુઇગામ 14 મીમી

 
First published: August 16, 2019
વધુ વાંચો
अगली ख़बर