બનાસકાંઠા: પાલનપુરમાં 22 વર્ષિય પરિણીતાએ ઘરમાં જ ફાંસી લગાવી આપઘાત કરતા ચકચાર

બનાસકાંઠા: પાલનપુરમાં 22 વર્ષિય પરિણીતાએ ઘરમાં જ ફાંસી લગાવી આપઘાત કરતા ચકચાર
પાલનપુરમાં પરિણીતાનો આપઘાત

કાશીબાનગર વિસ્તારમાં એક પરણીત મહિલાએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. આ

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: કોરોનાવાયરસની મહામારી વચ્ચે લોકડાઉન બાદ આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ છે. કોઈ આર્થિક મુશ્કેલીથી અથવા કોઈ શારીરિક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. તો કોઈ માનસિક પરેશાનીમાં મોતને વ્હાલું કરી રહ્યા છે. આવી જ એક વધુ આપઘાતની ઘટના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરથી સામે આવી છે, જેમાં એક પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધુ છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં એક પરિણીત મહિલાએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પાલનપુર શહેર પૂર્વ પોલીસે મૃતક મહિલાની લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  બનાસકાંઠા: હત્યારી માતા, પ્રેમી સાથે ILU-ILUમાં 1.5 વર્ષનું રડતું બાળક અડચણ બનતા હત્યા કરી

  બનાસકાંઠા: હત્યારી માતા, પ્રેમી સાથે ILU-ILUમાં 1.5 વર્ષનું રડતું બાળક અડચણ બનતા હત્યા કરી

  વિગતે ઘટનાની વાત કરીએ તો, પાલનપુર શહેરના કાશીબાનગર વિસ્તારમાં એક પરણીત મહિલાએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. આ ઘટનામાં ક્રિષ્ના બળદેવભાઈ પંડ્યા નામની ૨૨ વર્ષીય પરિણીત મહિલાએ અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં જ સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ થતા જ તેમના પતિ સહિત આજુબાજુના લોકો પણ બનાવ સ્થળે દોડી આવ્યા હતા.

  Big News: બનાસડેરીને હવામાંથી પાણી બનાવવામાં મળી સફળતા! પાણીની સમસ્યાથી મળશે છૂટકારો

  Big News: બનાસડેરીને હવામાંથી પાણી બનાવવામાં મળી સફળતા! પાણીની સમસ્યાથી મળશે છૂટકારો

  આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. જે અંગેની ફરિયાદ મૃતક મહિલાના પતિ બળદેવભાઈ પંડ્યાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે નોંધાવી હતી. મહિલાના મોતનું કારણ ચોક્કસ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ, પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  5માં ધોરણના વિદ્યાર્થીએ ઓનલાઈન ક્લાસ બાદ ફાંસી લગાવી લીધી, બાથરૂમમાં ટાઈથી લટકેલી લાશ મળી

  5માં ધોરણના વિદ્યાર્થીએ ઓનલાઈન ક્લાસ બાદ ફાંસી લગાવી લીધી, બાથરૂમમાં ટાઈથી લટકેલી લાશ મળી

  ઉલ્લેખનીય છે કે, રોજ-એક બે ઘટનાઓ આપઘાતની સામે આવતી રહે છે. આજે રાજસ્થાનથી પણ એક ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના સામે આવી હતી. જેમાં એક પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઓનલાઈન અભ્યાસ કર્યા બાદ ઘરમાં જ બાથરૂમમાં જઈ ટાઈ ગળામાં લટકાવી આપઘાત કરી લીધો હતો. આવી જ રીતે સુરતમાં પણ એક કોલેજ વિદ્યાર્થીનીએ કોરોનાના કારણે અભ્યાસ બગડવાના ડરે ઘરમાં ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.
  Published by:kiran mehta
  First published:November 06, 2020, 19:59 pm

  ટૉપ ન્યૂઝ