Home /News /north-gujarat /

બનાસકાંઠા : ઘર કંકાસમાં પરિણીતાએ આપઘાત કરી જિંદગી ટૂંકાવી, પુત્રએ માતાની હૂંફ ગુમાવી

બનાસકાંઠા : ઘર કંકાસમાં પરિણીતાએ આપઘાત કરી જિંદગી ટૂંકાવી, પુત્રએ માતાની હૂંફ ગુમાવી

મૃતક મહિલાની ફાઇલ તસવીર

દિયોદર તાલુકાના ચિભડા ગામે રહેતી એક મહિલાએ આજે પોતાના જ ઘરમાં ઝેરી પ્રવાહી ગટગટાવી આત્મહત્યા કરી હતી.

  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠાના દિયોદરના ચીભડા ગામે આત્મહત્યાની ઘટના સામે આવી છે. ચીભડા એક સંતાનની માતાએ ઝેરી પ્રવાહી પી આત્મહત્યા કરી છે. જ્યારે સારિયાઓના ત્રાસ ના કારણે આત્મહત્યા કરી હોવાના પિયારીયાઓએ આક્ષેપ કર્યો છે.  બનાવની વિગતો મુજબ બનાસકાંઠા ના ચિભડા ગામે આજે એક મહિલાએ ઝેરી પ્રવાહી પી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક સંતાન ની માતાને સસરિયાઓ માનસિક ત્રાસ આપતા હોવાના કારણે કંટાળી જઈ ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાના પિયારીયાઓએ આક્ષેપો કર્યા છે.

  દિયોદર તાલુકાના ચિભડા ગામે રહેતી એક મહિલાએ આજે પોતાના જ ઘરમાં ઝેરી પ્રવાહી ગટગટાવી આત્મહત્યા કરી હતી. આત્મઘાતી પગલું ભરનારા હેતલબેનના લગ્ન અશોકભાઈ પ્રજાપતિ સાથે 10 વર્ષ અગાઉ સમાજના રીતરિવાજો મુજબ થયા હતા. દાંપત્ય જીવન દરમિયાન તેઓને એક પુત્ર રત્નની પ્રાપ્તિ પણ થઈ છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પતિ સહિત સાસરીયાઓ હેતલબેનને ત્રાસ આપતા હતા જે અંગે તેઓએ તેમના પિયરયાઓને અનેકવાર રજૂઆત કરી હતી.

  આ પણ વાંચો : સુરત : શિક્ષિકાએ તાપીમાં લગાવી મોતની છલાંગ, ચાર દિવસ બાદ મળ્યો મૃતદેહ

  પરંતુ પુત્ર હોવાના કારણે તેમનું ભવિષ્ય ન બગડે તે માટે હેતલબેને છૂટાછેડા ન લેવાનું મુનાસીબ માન્યું હતું તેમ છતાં સાસરિયાનો શારીરિક માનસિક ત્રાસ યથાવત્ રહેતાં આજે કંટાળેલા હેતલબેન એ ઝેરી પ્રવાહી ગટગટાવી આત્મહત્યા કરી હતી.હેતલબેને ઝેરી દવા પી લેવાની જાણ થતા લોકો એકત્રિત થઈ ગયા હતા.

  આ પણ વાંચો : ગાંધીનગર : નર્મદા કેનાલમાં કૂદી આપઘાત કરવા પહોંચ્યો હતો પતિ, એવી ઘટના ઘટી કે બચી ગઈ જિંદગી

  જોકે, આ ઘટનામાં આ હતભાગી મહિલાને સારવાર મળે તે પહેલાં જ તેમના જીવનનો દિપક બૂઝાઈ ગયો હતો. આ આપઘાતની ઘટનામાં એક પુત્રએ માતાની હૂંફ ગુમાવી છે. જ્યારે પરિવારે દીકરી ગુમાવી છે. જોકે, પીયરીયાઓએ સાસરિયાઓ સામે માનસિક ત્રાસનાં આક્ષેપો કરતા હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું હતું. હાલ તો દિયોદર પોલીસે ઘટના સ્થળે આવીઅને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Banaskantha Suicide, Banaskatha Suicide, Married woman suicide, Suicide news, Wife Suicide, Woman suicide

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन