થરાદ : પરિણીત પ્રેમી પ્રેમિકા કેનાલમાં કૂદ્યા, યુવતીનું મોત અને યુવાન ફરાર

જે બાદ પ્રેમિકાનાં પતિનાં પિતરાઇએ આ અંગે પ્રેમી સામે પોલીસ ફરિયાદ કરાવતા હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

News18 Gujarati
Updated: October 10, 2019, 9:29 AM IST
થરાદ : પરિણીત પ્રેમી પ્રેમિકા કેનાલમાં કૂદ્યા, યુવતીનું મોત અને યુવાન ફરાર
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 10, 2019, 9:29 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : થરાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. થરાદમાં મંગળવારે પરણીત પ્રેમિકાથી છૂટકારો મેળવવા પરણીત પ્રેમીએ આપઘાતનું નાટક કર્યું અને પ્રેમિકાને કેનાલમાં ડૂબાડી દીધી. જે બાદ પ્રેમિકાનાં પતિનાં પિતરાઇએ આ અંગે પ્રેમી સામે પોલીસ ફરિયાદ કરાવતા હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે થરાદના અભેપુરા ગામે રહેતો પરણીત ભરતભાઇ શંકરભાઇ પ્રજાપતિ થરાદની એક પરણીતા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ બંને અલગ અલગ સમાજના તથા બંન્ને પરણીત હોવાને કારણે સાથે રહી શકતા ન હતાં. મંગળવારે મોડી રાતે પ્રેમિકાએ પ્રેમીને મળવા બોલાવ્યો હતો. ત્યારે બંન્ને જણે થરાદની કેનાલમાં ડૂબીને આપઘાત કરવાનું નક્કી કરી લીધું હતું. જેથી બંન્ને જણે હાથે દુપટ્ટો બાંધીને ડેલ ગામની સીમ પાસેની કેનાલમાં કુદ્યા હતાં. પરંતુ કેનાલમાં પ્રેમીએ પ્રેમિકને ડુબાડીને દુપટ્ટા સાથે બાંધેલો હાથ છોડીને પોતે બહાર આવી ગયો હતો. જે બાદ તે ફરાર થયો હતો.

આ પણ વાંચો : પતિ પત્ની ઓર વોઃ અમદાવાદમાં પરિણીતાએ છૂટાછેડા વગર પ્રેમી સાથે લગ્ન કર્યા

પરણીતાનાં પરિવારે તેના મોબાઇલમાં તપાસતા છેલ્લો એક ફોન આવ્યો હતો. જેની પર ફોન કરતાં શખ્સે અભેપુરા ગામનો હોવાનું જણાવ્યું હતું અને સવારે 5 કલાકે તેને મને અહીં બોલાવ્યો હતો અને અમે અહીં કુદ્યા હતાં. જે બાદ મૃતક પરણીતાનાં પતિના પિતરાઇ ભાઇએ ભરતભાઇ પ્રજાપતિ સામે પરણીતાને મોતને ઘાટ ઉતારવાની ફરીયાદ નોધાવી હતી. મહત્વનું છે કે થરાદ કેનાલમાં અન્ય યુવાન પણ કેનાલમાં કુદ્યો હતો.

આ પણ વાંચો : સુરત : પૂર્વ પતિ અંગત વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હોવાની ફરિયાદ
First published: October 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...