પાલનપુર : ક્વૉરન્ટાઇનના અંતિમ દિને પુરૂષે ઘરકંકાસથી કંટાળી આત્મહત્યા કરી, 3 સંતાનો નિરાધાર બન્યા

News18 Gujarati
Updated: April 4, 2020, 9:13 AM IST
પાલનપુર : ક્વૉરન્ટાઇનના અંતિમ દિને પુરૂષે ઘરકંકાસથી કંટાળી આત્મહત્યા કરી, 3 સંતાનો નિરાધાર બન્યા
બનાસકાંઠાની આ ગોઝારી ઘટના પાલનપુરની સત્યમ સોસાયટીમાં ઘટી હતી

મોરબીથી આવેલા વિનોદ ચોરસીયાએ ક્વૉરન્ટાઇન મર્યાદા સમાપ્ત થવાના અંતિમ દિવસે જ ભર્યુ અંતિમ પગલુ

  • Share this:
પાલનપુર : રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ19 (Covid-19)નો ચેપ ન પ્રસરાય તે હેતુથી સરકાર દ્વારા પ્રવાસ કરીને આવેલા લોકોને ક્વૉરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. દરમિયાન આવો જ એક પરિવાર ઉત્તર ગુજરાતના (North gujarat) પાલનપુરમાં (Palanpur) હોમ ક્વૉરન્ટાઇનમાં (Home Quarnitne) રાખવામાં આવ્યો હતો. જોકે, આ પરિવારમાં ચાલી રહેલા ઘરકંકાસથી કંટાળીને પરિવારના મોભી વિનોદ ચોરસીયાએ ગળેટૂંપો દઈ આત્મહત્યા (sucide) કરી લેતા ત્રણ સંતાનો નિરાધામ બન્યા છે. મૃતક ચોરસીયા હૉમ ક્વોૉરન્ટાઇનમાંથી બહાર આવ્યો એ જ દિવસે અંતિમ પગલું ભરતા હાહાકાર મચી ગયો હતો.

બનાવની વિગત એવી છે કે પાલનપુરની સત્યમ સોસાયટીમાં રહેતા વિનોદ ચોરસીયા મોરબીથી ઘરે પરત આવ્યા હતા. દરમિયાન આરોગ્ય વિભાગના નિયમો મુજબ તેમના ઘરની બહાર 20મી માર્ચથી સ્ટીકર લગાડી અને તેમને 3 એપ્રિલ સુધી હોમ ક્વૉરન્ટીનમાં રાખવામાં આવ્યા હતા. નોવેલ કોરોના વાયરસના ચેપની બીકે આ પ્રકારે અનેક પરિવારો ક્વૉરન્ટાઇન કરાયેલા હોય ચોરસીયા પરિવારને પણ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :  લીંબડી-અમદાવાદ હાઇવે પર ગોઝારા અકસ્માતમાં ચારનાં મોત, ટ્રક પાછળ XUV ઘૂસી ગઈ

દરમિયાન ગઈકાલે વિનોદ ચોરસીયાના પરિવારની હોમ ક્વૉરન્ટાઇન મર્યાદા સમાપ્ત થવાના દિવસે જ તેમણે ગેળટૂંપો દઈને આત્મહત્યા કરી હતી. 48 વર્ષના ચોરસીયાએ આત્મહત્યા કરી લેતા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

દરમિયાન આત્મહત્યાના બનાવની પ્રાથમિક તપાસ કરતા ચોરસીયાએ ઘરકંકાસથી કંટાળીને અંતિમ પગલું ભર્યુ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જોકે, ક્વૉરન્ટાઇનમાં રાખેલા પરિવારના મોભીએ આ પ્રકારનું અંતિમ પગલું ભરતા સમગ્ર સોસાયટીમાં હાહાકાર મચી ગયો હતો. મૃતક ચોરસીયાની ઉંમર 48 વર્ષ હતી અને તેમને ત્રણ સંતાનો હતા.

આ પણ વાંચો :  Covid-19 : ખુશખબર! લૉકડાઉનના કારણે કાર્બનનું સ્તર ઘટ્યું, 75 વર્ષનાં રેકોર્ડ તૂટશે!પિતાએ અંતિમ પગલું ભરી અને જીવન ટૂંકાવતા હવે ત્રણ સંતાનો નિરાધાર બન્યા છે. જ્યારે આ પ્રકારના બનાવના કારણે લૉકડાઉના માહોલમાં પણ પાલનપુર શહેરમાં વાતાવરણ ગરમાયું છે.
First published: April 4, 2020, 8:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading