થરાદઃ પત્નીએ શરીર સંબંધ બાંધવાની ના પાડતા પતિએ ફટકારી

News18 Gujarati
Updated: December 28, 2018, 12:13 PM IST
થરાદઃ પત્નીએ શરીર સંબંધ બાંધવાની ના પાડતા પતિએ ફટકારી
પ્રતિકાત્મક તસવીર

મહિલા સાંતલપુર તાલુકાના આડેસર ખાતે આવેલા આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે નોકરી કરે છે.

  • Share this:
થરાદઃ સાબરકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના એક ગામમાં પરિણીતાની ફરિયાદ બાદ ખુદ પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ ગઈ હતી. ફરિયાદ પ્રમાણે પરિણીતાને તેના પતિને ફટકારી હતી. ફટકારવાનું કારણ એવું હતું કે પત્નીએ શારીરિક સંબંધ બાંધવા દેવાનો ઇન્કાર કરી દીધો હતો. આ મામલે પોલીસે પતિ અને પત્નીને સમાધાન કરી લેવાનો આગ્રહ રાખ્યો હતો. જોકે, પત્ની એકની બે નહીં થતાં આખરે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે થરાદ તાલુકાના એક ગામમાં યુવતીએ તેના પતિએ તેને ગડદા પાટુનો માર માર્યાની ફરિયાદ આપી હતી. મહિલા સાંતલપુર તાલુકાના આડેસર ખાતે આવેલા આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે નોકરી કરે છે. લગ્ન બાદ તે પોતાના પતિ સાથે સાંતલપુરમાં મકાન ભાડે રાખીને રહે છે. મહિલાનું પિયર થરાદ તાલુકાના સણધર ગામ છે.

મહિલાની ફરિયાદ પ્રમાણે ગત મહિને 29મી નવેમ્બરના રોજ તેની તબિયત સારી ન હતી. આમ છતાં તેના પતિએ તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. મહિલાએ શારીરિક સંબંધ બાંધવા દેવાનો ઇન્કાર કરી દેતા પતિ ઉશ્કેરાયો હતો અને તેની સાથે મારપીટ કરી હતી. એટલું જ નહીં મહિલાને નર્સ તરીકેની નોકરી છોડી દેવાની પણ સૂચના આપી હતી.

આ પણ વાંચોઃ વડોદરા: આડા સંબંધની શંકાએ પતિએ પત્નીનું ગળું કાપીને કરી હત્યા

પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડા બાદ વાત આગળ વધી હતી અને પતિએ તેની પત્નીને પિયર મૂકી જવાની વાત કરી હતી. પતિ તરફથી મારપીટ અને પિયર મૂકી જવાની વાતને લઈને મહિલા પાલનપુર એસપી કચેરી ખાતે પહોંચી હતી. આ મામલે એસપી કચેરીએ થરાદ પોલીસને તપાસ કરવાનો આદેશ કર્યો હતો.

થરાદ પોલીસ મથક ખાતે પોલીસકર્મીઓ સૌ પહેલા તો મહિલાની આવી ફરિયાદ સાંભળીને ચોંકી ગયા હતા. થરાદ પોલીસ મથક ખાતે મહિલાએ ખૂદ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે.
First published: December 28, 2018, 9:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading