બનાસકાંઠા: અમીરગઢ નેશનલ હાઇવે પર સતત બીજા દિવસે અકસ્માત, એક મુસાફરનું મોત

બસ પલટી જતાં એકનું મોત

Banaskantha news: અકસ્માતમાં એક મુસાફરને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય સાત જેટલા મુસાફરોને પણ ગંભીર ઈજા પહોંચી હતી.

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠામાં ગુજરાત-રાજસ્થાન સરહદ (Gujarat-Rajasthan border) પર આજે ફરી લક્ઝરી બસ પલટી ખાતા અકસ્માત (Luxury bus overturn near Amirgadh) સર્જાયો હતો. જેમાં એક મુસાફરને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય સાત મુસાફરો પણ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે રાજસ્થાનની હૉસ્પિટલમાં ખસેડાયા હતા. બનાસકાંઠામાં અમીરગઢ પાસે નેશનલ હાઇવે (National highway) પર આજે સતત બીજા દિવસે પણ અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના જયપુર (Jaipur)થી એક લકઝરી બસ મુસાફરોને લઈને અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન અમીરગઢ બોર્ડર (Amirgadh border) પાસે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી ગઈ હતી.

  અકસ્માતમાં એક મુસાફરને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય સાત જેટલા મુસાફરોને પણ ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે રાજસ્થાન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત બસમાંથી તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢી સારવાર અર્થે નજીકની હૉસ્પિટલમાં ખસેડ્યા હતા.

  સાત મુસાફરને સારવાર માટે ખસેડાયા.


  અકસ્માત બાદ ટ્રાફિકજામ થઈ જતા પોલીસે ટ્રાફિક ખુલ્લો કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ગઇકાલે એટલે કે મંગળવારે પણ આ જ નેશનલ હાઈવે પર અમીરગઢ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 11 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી.

  સતત બીજા દિવસે અકસ્માત

  બનાસકાંઠામાં અમીરગઢ પાસે નેશનલ હાઇવે (National highway) પર મંગળવારે વહેલી સવારે ટ્રિપલ અકસ્માત (Triple accident near Amirgadh) સર્જાયો હોવાની ઘટના સામે આવી હતી. અકસ્માતમાં 11થી વધુ મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે સ્થાનિક એલ એન્ડ ટી, 108 એમ્બ્યુલન્સ વાન અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે અમીરગઢ અને પાલનપુર સરકારી હોસ્પિટલ (Palanpur government hospital)માં ખસેડાયા હતા.

  આ પણ વાંચો: બનાસકાંઠાઃ ડીસા નજીક વેવેઈટ હોટલના રસોડામાંથી અફીણનો રસ ઝડપાયો, હોટલ માલિકની અટકાયત

  અમીરગઢ પાસે જે અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો તેમાં રોડની બાજુમાં ઊભેલા ટ્રેલરની પાછળ દૂધનું ટેન્કર અને તેની પાછળ બસ (Bus) ઘૂસી ગઈ હતી. અકસ્માત બાદ ટ્રાફિકજામ પણ થઈ ગયો હતો. જોકે, પોલીસે વાહનોને બાજુમાં ખસેડીને ટ્રાફિક રોડ ખુલ્લો કર્યો હતો. (વાંચો સમગ્ર અહેવાલ...)
  Published by:Vinod Zankhaliya
  First published: