બનાસકાંઠા : યુવકે પ્રેમિકાનો અંગત વીડિયો માંગી Viral કર્યો, યુવતીના પરિવારે યુવકને નગ્ન કરી માર માર્યો

બનાસકાંઠા : યુવકે પ્રેમિકાનો અંગત વીડિયો માંગી Viral કર્યો, યુવતીના પરિવારે યુવકને નગ્ન કરી માર માર્યો
બનાસકાંઠામાં પ્રેમીને માર માર્યાનો વીડિયો વાયરલ પ્રેમિકાનો અંગત વીડિયો વાયરલ કરવો ભારે પડ્યો

બનાસકાંઠાનો શર્મજનક કિસ્સો, પ્રેમ-બિભત્સ વીડિયો, દગો અને બદલાો, યુવકને સજા આપવા યુવતીને પરિવારે પણ કર્યુ ન કરવાનું કામ

 • Share this:
  આનંદ જયસ્વાલ બનાસકાંઠા : બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના એક ગામે એક યુવકને (Banaskatha Viral Video) નગ્ન કરી માર મારતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ બન્યો છે.જોકે આ  પ્રેમી યુવકે થોડા દિવસ અગાઉ પોતાની પ્રેમિકાનો (Virla video of Banaskatha Lover) નગ્ન વીડિયો તેની પાસેથી મંગાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે વિડિયો મામલે તેના પરિવારજનોએ યુવકને બંધ મકાનમાં પુરી તેને નગ્ન કરી વિડિયો ભાઈ બનાવ્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ બન્યો છે. આ બંને વીડિયો જાહેરમાં દર્શાવી શકાય તેવા નહોવાથી તેને અહેવાલ સાથે ટાંકવામાં આવ્યા નથી.

  વાવ તાલુકાના એક ગામના એક યુવતીનો નગ્ન વીડિયો થોડા દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં નગ્ન અવસ્થામાં વાયરલ થયો હતો. યુવતીનો વિડીયો તેના પરિવારજનો સુધી પહોંચતાં પરિવારજનોમાં આક્રોશ હતો. જે આક્રોશના પગલે યુવકને પકડી મકાનમાં બંધ કર્યો હતો. જે બાદ યુવતીના પરિવારજનોએ આ યુવકને નગ્ન કરી તેના ગુપ્તાંગ પર તેમજ અન્ય જગ્યાએ માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.  આ પણ વાંચો : સુરત : માથાભારે સુર્યા બંગાળીએ ફાર્મહાઉસમાં જન્મદિવસ ઊજવતા વિવાદ, કોવીડ ગાઇડલાઇનની ઐસી કે તૈસી

  યુવક સાથે ખૂબ જ ક્રૂરતાપૂર્વક વર્તન કરતો આ વીડિયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ બન્યો છે. જો કે આ મામલે અત્યાર સુધી કોઈ પોલીસ ફરિયાદ થઇ નથી. પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા મામલો ચર્ચાસ્પદ  થયો છે.

  આ પણ વાંચો :  અસવારે બાળકને બેકાબૂ ઘોડાની અડફેટથી બચાવ્યો, વીડિયો થયો Viral, 'ખેલ ખેલાડીના અને ઘોડેસવારીના'

  જોકે, પરિવારે આ મામલે યુવક સાથે ક્રૂર બદલો લીધો છે. વીડિયો મુજબ ન યુવકને ફક્ત માર મારવામાં આવ્યો છે પરંતુ તેને જબરદસ્તી મૂત્ર પાન કરાવવામાં આવ્યું છે. જે યુવાનો પ્રેમ જેવા પવિત્ર સંબંધમાં મર્યાદા ચુકી અને વિકૃતિ તરફ દોટ મૂકે છે તેના માટે આ સબક સમાન કિસ્સો છે. યુવકને વીડિયો વાયરલ કરતા યુવતીની જિંદગી તો બર્બાદ થઈ છે જે સાથે યુવતીના પરિવારે યુવકને પાઠ ભણાવવા જે રસ્તો અપનાવ્યો છે તે પણ કાયદાકીય રીતે યોગ્ય નથી.

  વાયરલ વીડિયો અને બદલાની આ કહાણીએ ઉત્તર ગુજરાતના અનેક યુવકનો પદાર્થપાઠ આપ્યો છે. પ્રેમ સંબંધોમાં મર્યાદા લાંધી અને જે યુવક યુવતી સીમા પાર કરે છે તેના માટે આ પ્રકારના કરૂણ અંજામ ભોગવવાનો વારો આવે છે. જોકે, પ્રેમમાં મર્યાદા ફક્ત યુવકે નથી લાંધી યુવતીએ પણ અંધ વિશ્વાસ કરી અને પોતાના પ્રેમીને પોતાનો અંગત વીડિયો આપી દેતા તેની પણ સામાજિક અવહેલના થાય તેવી વકી છે. આ સ્થિતિમાં બે પરિવારનો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે.
  Published by:Jay Mishra
  First published:December 27, 2020, 11:25 am

  ટૉપ ન્યૂઝ