બનાસકાંઠા: કારચાલકનું અપહરણ કરી 3 શખ્સોએ ચલાવી લૂંટ, આરોપીઓ ફરાર

ઈજાગ્રસ્ત યુવાન

 • Share this:
  બનાસકાંઠા: રાજ્યમાં લૂંટ, ચોરી અને અપહરણની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના થરાદમાં ફરી એક વખત અપહરણ કરીને લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.

  ઘટનાની વિગત અનુસાર થરાદના રાહ પાસે ગાડી અને રોકડ નાણાંની લૂંટ કરવામાં આવી હતી. 3 શખ્સોએ પહેલા કાર ચાલકનું અપહરણ કર્યું હતું અને બાદમાં ગાડી અને રોકડ નાણાંની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ સાથે યુવકને ઢોરમાર પણ મારવામાં આવ્યો હતો. જેથી યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

  હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને ત્રણેય શખ્સો વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ આસાપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ પણ હાથ ધરી છે.
  Published by:Nisha Kachhadiya
  First published: