ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના PA સામે લૂંટની નોંધાઇ ફરિયાદ, અધિકારી સામે કરી દાદાગીરી

News18 Gujarati
Updated: December 2, 2018, 3:17 PM IST
ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના PA સામે લૂંટની નોંધાઇ ફરિયાદ, અધિકારી સામે કરી દાદાગીરી
પ્રતિકાત્મક તસવીર

રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના PA ઉપર લૂંટની ફરિયાદ નોંદવાની ઘટના બની છે.

  • Share this:
યશવંત પટેલ, બનાસકાંઠા

રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના PA ઉપર લૂંટની ફરિયાદ નોંદવાની ઘટના બની છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે સાંતલપુર તાલુકનાં મઢુત્રા ગામે નર્મદા કેનાલ ઉપર અલ્પેશ ઠાકોરના PAએ નર્મદાના અધિકારી સામે દાદાગીરી કરી હતી. સાથે સાથે તેનો મોબાઇલ પણ ઝૂંટવી લીધો હતો. આ ઘટના અંગે કુલ 14 લોકો સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે રાધનપુર બેઠક ઉપરથી જીતેલા કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના PA હાર્દિક ત્રિવેદી સામે લૂંટની ફરિયાદ નોંધવામાં આવી છે. અલ્પેશ ઠાકોરના PA હાર્દિક ત્રિવેદી સાંતલપુર તાલુકના મઢુત્રા ગામે પહોંચ્યા હતા. જ્યાં તેમણે નર્મદા કેનાલ ઉપર ફરજ બજાવતા નર્મદાના અધિકારી સામે દાદાગીરી કરી હતી અને અધિકારીનો મોબાઇલ ઝૂંટવી લીધો હોવાનો આરોપ છે. આમ હાર્દિક ત્રિવેદી સહિત કુલ 14 લોકો સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ફરજપર રુકાવટ તેમજ મોબાઇલ લૂંટ કરવાની ફરિયાદ હાર્દિક ત્રિવેદ સામે સાંતલપુર પોલીસ સ્ટેશન નોંધાઇ હતી. એવો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે,ઠાકોર સેનાના જામીતા લોકોને સાઇડ લાઇન કરીને હાર્દિક ત્રિવેદી અલ્પેશ ઠાકોરનો પીએ બન્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ અલ્પેશ ઠાકોરના પીએ હાર્દિક ત્રિવેદ વિવાદમાં રહી ચૂક્યા છે. હાર્દિક ત્રિવેદી ઉપર ભ્રષ્ટાચાર આચરવાના પણ આરોપોલ લગાવવામાં આવ્યા હતા.
First published: December 2, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading