સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવનાર અને લાખો યુવકોની મહેનત પર પાણી ફેરવનાર પેપરલીક કાંડના આરોપીઓ પરીક્ષા આપવા પહોંચ્યા છે. GPSCની Dysoની યોજાઇ રહેલી પરીક્ષા માટે LRD પેપરલીક કૌભાડના બે આરોપીને પરીક્ષા માટે જામીન આપવામાં આવ્યા છે. બંને આરોપી પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા આપી હતી.
રાજ્યભરમાં ચર્ચા જગાવનાર લોકરક્ષકદળની પરીક્ષાનું પેપર લીક થઇ ગયું હતું. આ પેપર લીક કાંડમાં ગુજરાતના આરોપી ઉત્તમસિંહ ભાટી અને રાજેન્દ્રસિંહ વાઘેલાની ધરપકડ કરવામાં આવી હતી. જો કે બંને આરોપીઓએ GPSCની Dysoની પરીક્ષાના ફોર્મ ભર્યા હતા, જેની પરીક્ષા તારીખ 16 રવિવારે યોજાઇ હતી. જેથી બંને આરોપીઓને પરીક્ષા આપવા માટે જામીન આપવામાં આવ્યા હતા. જેમાં ઉત્તમસિંહ ભાટીએ અમીરગઢ ખાતે અને રાજેન્દ્રસિંહ વાઘેલાએ દાંતીવાડા ખાતે પરીક્ષા આપી હતી. બંને આરોપીઓ સાથે પોલીસ બંદોબસ્ત પણ હતો, બંનેને પોલીસવાનમાં લઇજવામાં આવ્યા હતા.
ક્યાં પહોંચી પેપરલીક કાંડની તપાસ
પ્રાપ્ત વિગત પ્રમાણે LRD એટલે કે લોકરક્ષક દળના પેપર ફૂટવા મામલે પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં હરિયાણા મૂળનો રહેવાસી મનીષ શર્મા અને અશોક સાહું નામના વ્યક્તિ સૂત્રધાર છે, જેમાં મનિષ શર્માએ જ પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ખરીદ્યું હતું. મનિષ શર્માએ અગાઉ મધ્યપ્રદેશમાં FSIનું પેપર પણ 2 કરોડમાં ખરીદ્યું હતું.
તો સમગ્ર મામલે ગુજરાતના મુખ્ય ત્રણ આરીપો પોલીસની રડારમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ત્રણેય આરોપીમાં અશ્વિન પરમાર, નિલેશ ચૌહાણ, સુરેશ પંડ્યા વોન્ટેડ છે. જેમાં અશ્વિન પરમાર અને સુરેશ પંડ્યાને LRDનું પેપર ખરીદવા ઇચ્છતા યુવકોને શોધવાની કામગીરી સોંપાઇ હતી. પેપર શોધવા માટે અશોક સાહુએ અશ્વિન, સુરેશ અને નિલેશ સાથે અમદાવાદમાં હોટેલમાં મિટિંગ કરી હતી. લોકરક્ષક દળનું પેપર ખરીદવા માટે ગુજરાતના 30થી વધુ લોકોએ પૈસા પણ આપી દીધા હતા. પોલીસને અંદાજ છે કે આ લોકોએ આરોપીઓને પાંચ પાંચ લાખ રૂપિયા આપ્યા છે. સમગ્ર કેસમાં અત્યારસુધીમાં 40થી વધુ લોકોની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર