Ambaji Temple Darshan : 'બોલ માડી અંબે..', ઘરબેઠાં કરો માડીના Live દર્શન, ભાદરવી પૂનમ માટે ખાસ અવસર

Ambaji Temple Darshan : 'બોલ માડી અંબે..', ઘરબેઠાં કરો માડીના Live દર્શન, ભાદરવી પૂનમ માટે ખાસ અવસર
માતા અંબાના કરો દર્શન

ન્યૂઝ 18 ગુજરાતીના આ સમાચારના માધ્યમથી તમને અવસર મળશે માતાજીના દર્શનનો, દર્શન કરવાની માહિતી મેળવવા માટે આ સમાચાર વાંચો

  • Share this:
    બીજી સપ્ટેમ્બરનાં બુધવારનાં રોજ ભાદરવી પૂનમ (Bhadarvi Poonam) છે. ગયા વર્ષ સુધી આ પાવન પર્વનાં દિવસે અંબાજી મંદિરમાં (Ambaji Temple) લાખોની સંખ્યામાં ભક્તો માતાના દર્શન કરવા માટે આવતા હતા. પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે માતાજીનું મંદિર 2 સપ્ટેમ્બર સુધી ભક્તો માટે બંધ છે. દર વર્ષે શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન (Maa Ambe) કરી ધન્યતા અનુભવતા હતા પરંતુ આ વખતે ભક્તોએ ઓનલાઇન દર્શનથી (Ambaji live Darshan) જ માતાના આશીર્વાદ લેવાના રહેશે. ન્યૂઝ 18 ગુજરાતીના આ સમાચારના માધ્યમથી તમને અવસર મળશે માતાજીના દર્શનનો, દર્શન કરવાની માહિતી મેળવવા માટે આ સમાચાર વાંચો. આ દર્શન આવતીકાલે સવારે 7.30 વાગ્યાથી લઈને સાંજે 7.30 વાગ્યા સુધી કરી શકાશે. જે લોકો પ્રત્યક્ષ જઈ શકે તેમ નથી તેમના માટે આ પરંપરા નહીં તૂટે અને દર્શનનો અવસર મળશે.





    માતાજીનાં ઓનલાઇન દર્શન માટેની લિંક

    માઈભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન દર્શન (Online Darshan) કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓની સગવડતા માટે યાત્રાળુઓને ઘરે બેઠાં ઓનલાઇન માતાજીના દર્શન-ગબ્બર દર્શન, યજ્ઞા દર્શન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. જો તમારે પણ ઘરે બેઠા માતાજીના દર્શન કરવા હોય તો તમે યુટ્યુબ, ટ્વિટર અને ફેસબુકનાં માધ્યમથી દર્શન કરી શકો છો. જો તમારે ફેસબુકમાંથી લાઇવ દર્શન કરવા હોય તો અહીં આપેલી લિંક પર ક્લિક કરો. જો તમારે ટ્વિટરમાંથી લાઇવ દર્શન કરવા હોય તો આ લિંક પર ક્લિક કરો. જો તમારે યુ ટ્યુબમાંથી લાઇવ દર્શન કરવા હોય તો આ લિંક પર ક્લિક કરો.

    આ પણ વાંચો :  જો corona ન હોત તો અંબાજીમાં ભાદરવી પૂનમે ઉમટ્યું હોત લાખોની સંખ્યામાં ભક્તોનું 'ઘોડાપૂર'

    પાંચ દિવસમાં 27.30 લાખ ભક્તોએ કર્યા માતાજીના ઓનલાઇન દર્શન

    ઉલ્લેખનીય છે કે અંબાજીથી બે કી.મી. દૂર એકાવન શક્તિપીઠોમાં મહત્વનું સ્થાન ધરાવતા શક્તિપીઠ ગબ્બર આવેલો છે. જ્યાં માતાજીના હૃદયનો ભાગ પડ્યો હોવાને લઈ આ પર્વતનો આકાર પણ હૃદય જેવો દેખાતો હોવાનું મનાઇ રહ્યું છે. જેની ઉપર વિશ્વભરમાં પથરાયેલા શક્તિપીઠો જેવા જ શક્તિપીઠોનું પણ નિર્માણ કરાયું હતું. તેની વિધિવત પૂજા થઈ રહી છે. વિશ્વભરમાં વસતા શ્રદ્ધાળુઓ સોશિયલ મીડિયાના માધ્યમથી માં અંબાના અને એકાવન શક્તિપીઠોના પણ દર્શન કરી અભિભૂત થઈ રહ્યા છે. પાંચ દિવસમાં કુલ 27.30 લાખ ભક્તોએ ઘર બેઠા માતાજીના દર્શન કર્યા હતા.

    આ પણ વાંચો :  તુલસી પત્રનો ગણેશ પૂજામાં ક્યારેય ન થાય ઉપયોગ, જાણો આ પાછળનું કારણ

    મહામારી સામે રક્ષણ અને વિશ્વકલ્યાણ અર્થે થઇ રહ્યાં છે યજ્ઞ

    ભાદરવી પૂર્ણિમાનો મહામેળો તા.27/08/2020 થી તા.02/09/2020ના સમયગાળામાં યોજાનાર હતો. જેમાં આશરે 25 લાખથી વધુ યાત્રાળુઓ દર્શનાર્થે આવવાની શક્યતા હતી. અંબાજી ગામનો વિસ્તાર જોતાં દૈનિક 3થી 4 લાખ યાત્રાળુઓ એકઠા થાય તો કોરોના વાયરસ સંક્રમણની પુરેપુરી શકયતાઓ હતી. જેના કારણે આ ઐતિહાસિક મેળાને બંધ રાખવામાં આવ્યો હતો. આ સાત દિવસ દરમિયાન કોરોના વાયરસની મહામારી સામે રક્ષણ અને વિશ્વકલ્યાણ અર્થે મંદિર સંકુલની યજ્ઞશાળામાં શાસ્ત્રોકત વિધિ વિધાન સાથે યજ્ઞ કરાવવામાં આવી રહ્યાં છે.
    Published by:Jay Mishra
    First published:September 01, 2020, 22:21 pm

    ટૉપ ન્યૂઝ