Banaskanth: ટ્રકમાં ચોર ખાનુ બનાવીને લાખોનો દારૂ સંતાડ્યો, LCBએ બૂટલેગરના પ્લાન પર ફેરવ્યું પાણી
Banaskanth: ટ્રકમાં ચોર ખાનુ બનાવીને લાખોનો દારૂ સંતાડ્યો, LCBએ બૂટલેગરના પ્લાન પર ફેરવ્યું પાણી
દારૂ સાથે પકડાયેલા આરોપીની તસવીર
Banasknatha crime news: બનાસકાંઠામાં (Banaskantha news) આજે વધુ એક વખત ટ્રકમાં બનાવેલ ચોરખાના સંતાડીને દારૂ (liquor truck caught) ગુસાડતા હોવાની ઘટના સામે આવી છે. એલસીબીની ટીમે (LCB team) ટ્રક ચાલક સહિત 19.23 લાખ નો મુદામાલ જપ્ત કર્યો છે.
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: ગુજરાતમાં દારૂબંધી (Gujarat dry state) હોવા છતાં બૂટલેગરો (Bootleggers) સક્રિય રહેતા હોય છે. અને ગુજરાતમાં દારૂ (liquor in Gujarat) ઘૂસાડવા માટે અનેક નવા રસ્તાઓ શોધી કાઢતા હોય છે. પોલીસને ચકમો (Police) આપવા માટે વિવિધ કિમિયાઓ પણ અજમાવતા હોય છે. પરંતુ પોલીસ બૂટલેગરોના પ્લાન ઉપર પાણી ફેરવી દેતી હોય છે. આવી જ રીતે બનાસકાંઠામાંથી (Banaskantha news) લાખો રૂપિયા દારૂ સાથે ટ્રેક પકડી (liquor truck caught) પાડ્યો હતો.
બનાસકાંઠામાં (Banaskantha news) આજે વધુ એક વખત ટ્રકમાં બનાવેલ ચોરખાના સંતાડીને દારૂ (liquor truck caught) ગુસાડતા હોવાની ઘટના સામે આવી છે. એલસીબીની ટીમે (LCB team) ટ્રક ચાલક સહિત 19.23 લાખ નો મુદામાલ જપ્ત કર્યો છે. અને ટ્રક ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં સરપંચની ચૂંટણીનો (sarpanch election) માહોલ જામ્યો છે ત્યારે પોલીસ પણ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે સતર્ક બની છે. તે દરમિયાન આજે જિલ્લા એલસીબીની ટીમ પાંથાવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળતા આરખી ગામ પાસે નાકાબંધી કરી હતી.
અને ગુંદરી બોર્ડર તરફથી આવી રહેલી એક શંકાસ્પદ આઇસર ટ્રકને થોભાવી તલાશી લીધી હતી. તપાસ દરમિયાન આ ટ્રકમાંથી એક ચોરખાનું મળી આવ્યો હતો જેમાં એક હજારથી પણ વધુ દારૂની બોટલો સંતાડી દીધી હતી.
જેથી પોલીસે તરત જ દારૂની 1044 બોટલ અને ટ્રક સહિત 19.23 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ટ્રક ચાલકનું સુરજીતસિંગ ચરણસિંગ કંભોજ (જાટ) રહે. મોટે મજારા તા. મોહાલી પંજાબની પણ અટકાયત કરી પ્રોહીબીશન એક્ટ મુજબ પાંથાવાડા પોલીસ સ્ટેશને ગુન્હો નોંધી વધુ કાર્યવાહી ધરી છે.
ઉલ્લેખનીય છે કે 6 મહિના પહેલા પણ ટેન્કરમાંથી દારૂ ઝડપાયો હતો. આગથલાના કાતરવા નજીક LCB પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જેમાં રાજસ્થાનથી આવતા એક ટ્રકની તલાસી લેતાં ટેન્કરમાંથી દારૂ ઝડપાયો હતો. રાજસ્થાનથી ગુજરાતમાં ટેન્કર દ્વારા આ વિદેશી દારૂ લવાતો હતો. ત્યારે પોલીસે બાતમીના આધારે ટેન્કરમાંથી 6,93,200 રૂપિયાની કિંમતની દારૂની 1733 બોટલો જપ્ત કરી હતી.