બનાસકાંઠામાં મ્યુકોરમાઇકોસિસના 10 જેટલા કેસો સામે આવ્યા, લોકોમાં ફફડાટ

સર્વે કરતી આરોગ્યની ટીમ

ડીસામાં-4 દિયોદર, ધાનેરા, કાંકરેજ, દાંતીવાડા, ભાભર અને સૂઇગામમાં એક-એક આમ કુલ-10 મ્યુકોરમાઇકોસિસ શંકાસ્પદ દર્દીઓ સર્વેલન્સમાં મળી આવ્યાં

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: કોવિડ-19 કોરોના વાયરસનું (coronavirus) સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે પરંતુ મ્યુકોરમાઈકોસિસ ફંગસ (mucormycosis fungus) રોગના કેસો સામે આવતા બનાસકાંઠા (banaskantha) જિલ્લાના વહીવટી તંત્ર સજાગ થઇ યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે.જેમાં કલેકટર આનંદ પટેલેના (Collector Anand Patel) માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગે બનાસકાંઠા જિલ્લામાં તમામ 14 તાલુકાઓમાં સઘન સર્વેલન્સ હાથ ધરતા 10 કેસો સામે આવ્યા છે.

  બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમિત થયેલા દર્દીઓનું ડોર ટુ ડોર સઘન સર્વેલન્સ હાથ ધરી મ્યુકોરમાઈકોસિસ શંકાસ્પદ દર્દીઓ શોધી તેમની સમયસર યોગ્ય સારવાર કરવામાં આવી રહી છે જે અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી આરોગ્ય વિભાગના તબીબો અને સ્ટાફની ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખુબ સારી સફળતા મળી છે.

  કોરોના વાયરસની બીજી લહેરમાં કોરોના વાયરસથી થયેલ સંક્રમિત દર્દીઓનું ડોર ટુ ડોર આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. કોરોના વાયરસની બીજી લહેરમાં કોવિડ પોઝિટિવ ના જિલ્લામાં કુલ 8700 કેસ સામે આવ્યા હતા.

  આ પણ વાંચોઃ-સેક્સ રેકેટ ઉપર પોલીસ ત્રાટકી, કઢંગી હાલતમાં ઝડપાયા યુવક-યુવતીઓ, વોટ્સએપ પર ચાલતું હતું રેકેટ

  આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા થઈ જાય એવો હત્યાનો live video, ધોળા દિવસે ડોક્ટર દંપતી ઉપર બદમાશોએ ગોળીઓ વરસાવી કરી હત્યા

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સાસરીમાં જઈને જમાઈએ બધાની સામે એવું કહ્યું કે પરિણીતા સહિત આખો પરિવાર ચોંકી ગયો

  આ પણ વાંચોઃ-રાજકોટઃ બૂટલેગર સંજય સોલંકી હત્યા કેસ, મિત્ર વિશાલે જ લોખંડની પ્લેટથી ઉતાર્યો મોતને ઘાટ, જણાવ્યું હત્યાનું કારણ

  જેમાંથી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમોએ  કુલ 6828  દર્દીઓની હોમ ટુ હોમ મુલાકાત લીધી હતી. આ સઘન સર્વેલન્સમાં ડીસામાં-4, દિયોદર, ધાનેરા, કાંકરેજ, દાંતીવાડા, ભાભર અને સૂઇગામમાં એક-એક આમ કુલ 10 મ્યુકોરમાઇકોસિસ શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યાં હતા. મ્યુકોરમાકોસિસ રોગના દર્દીઓને  તાત્કાલિત ઉત્તમ સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા  તેમને હોસ્પીટલમાં રીફર કરવામાં આવ્યા છે.  જિલ્લા કલેકટર ના વડપણ હેઠળ જિલ્લામાં મ્યુકોરમાઈકોસિસ નામના ફંગસને પ્રસરતો અટકાવવા આરોગ્ય વિભાગ દ્રારા આ રોગ પ્રત્યેય લોકોમાં જાગૃત લાવવાના આશયથી જિલ્લામાં વિવિધ જગ્યાએ પેમ્પલેટો પણ વહેંચવામાં આવ્યાં છે અને રોગને ડામવા પૂરતા પ્રયાસો હાથ ધરાયા છે.
  Published by:ankit patel
  First published: