લાખણીના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સહિત પાંચ સામે ગેંગરેપની ફરિયાદ

News18 Gujarati
Updated: April 22, 2019, 2:42 PM IST
લાખણીના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સહિત પાંચ સામે ગેંગરેપની ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

બનાસકાંઠાના લાખણીના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સહિત પાંચ લોકો સામે  ગેંગરેપની ફરિયાદ નોંધવામાં આવી છે.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ ગુજરાતમાં અવાનરનવાર દુષ્કર્મ જેવી ગંભીર ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક ઘટના બનાસકાંઠામાં નોંધાઇ છે. જેમાં રાજકીય નેતાઓ સામે ગેંગરેપની ફરિયાદ નોંધાઇ છે. આ ઉપરાંત આરોપીઓએ યુવતીને લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી તેના ઉપર ગેંગરેપ કર્યો હતો. ત્યારબાદગ યુવતી પાસે રહેલા સોનાના દાગીના સહિત રૂ.85 હજારની મતાની લૂંટ ચલાવી હતી. આ અંગે યુવતીએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મળતી માતિહી પ્રમાણે બનાસકાંઠાના લાખણીના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સહિત પાંચ લોકો સામે  ગેંગરેપની ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ લગ્ન કરવાના ઇરાદે યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ તેની સાથે વારા ફરથી દુષ્કર્મ આચર્યું હતું.

આ ઉપરાંત દુષ્કર્મ આચર્યા બાદ યુવતી પાસેથી સોનાના દાગીના સહિત રૂ.85 હજારની મતાની લૂંટ ચલાવી હતી. અને ત્યારબાદ યુવતીને છોડી મુકી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ અંગે યુવતીએ બનાસકાંઠાના ભાજપ, કોંગ્રેસના નેતાઓ સામે વ્યભિચારની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાના પગસલે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે.

આ પણ વાંચોઃ-ભરૂચઃ પત્ની સાથે કઢંગી હાલતમાં રહેલા પ્રેમીની પતિએ કરી હત્યા

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાને અડીને આવેલા જિલ્લામાં પણ રાજકીય નેતાઓ દ્વારા ગેંગરેપ કર્યાની ચકચારી ઘટના બની હતી. ગત વર્ષ 2017ની 25મી જાન્યુઆરીના રોજ પીડિતાએ કચ્છ જિલ્લાના નલિયા પોલીસ સ્ટેશનમાં 10 શખ્સો વિરુદ્ધ સામૂહિક દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે વર્ષ 2015ની દિવાળી પૂર્વે કચ્છ ભાજપના નેતા શાંતિલાલ સોલંકી તથા તેમના બે સાથીઓએ સોલંકીના નિવાસસ્થાને દુષ્કર્મ આચર્યું હતું.

પીડિતાએ ઉમેર્યું હતું કે દુષ્કર્મનો વીડિયો ઉતારીને બ્લેકમેલિંગ કરવામાં આવતું હતું. વીડિયો ક્લિપના આધારે કાર કે હોટલ સહિત અલગઅલગ સ્થળોએ અલગઅલગ લોકો દ્વારા દુષ્કર્મનો ક્રમ ચાલુ રહ્યો હતો.
First published: April 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading