લાખણી કુડા હત્યાકાંડઃ સાંસદ પરબત પટેલની મધ્યસ્થી બાદ લાશો પરિવારે સ્વીકારી

News18 Gujarati
Updated: June 22, 2019, 7:08 PM IST
લાખણી કુડા હત્યાકાંડઃ સાંસદ પરબત પટેલની મધ્યસ્થી બાદ લાશો પરિવારે સ્વીકારી
પરિવારજનોએ લાશો સ્વીકારી

આરોપીઓને પકડવા આખરે સરકારે સીટની રચના કરી આરોપીઓને તાત્કાલીક પકડવાની હૈયાધારણા આપતા પટેલ ચૌધરી સમાજના લોકોએ લાશોનો સ્વીકારી હતી.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : જિલ્લાના લાખણી તાલુકાના કુડા ગામે થયેલી સામૂહિક હત્યા મામલે આરોપીઓને પકડવા આખરે સરકારે સીટની રચના કરી આરોપીઓને તાત્કાલીક પકડવાની હૈયાધારણા આપતા પટેલ ચૌધરી સમાજના લોકોએ લાશોનો સ્વીકારી હતી. અને ચારે લાશોને સિધ્ધપુર અંતિમ ધામ ખાતે અંતિમ ક્રિયા કરવા લઈ જવાતા આખરે પોલીસે રાહતનો દમ લીધો છે.

લાખણી તાલુકાના કુડા ગામે ચૌધરી પરિવારના ચાર સભ્યોની હત્યા થયા બાદ હત્યારાને પકડવા અંગે પોલીસ અને ચૌધરી સમાજ વચ્ચે ચડભડ થઇ હતી, બાદમાં ગ્રામજનો અને સામાજિક આગેવાનો ધરણા પર બેસી ગયા હતા અને હત્યારાઓને તાત્કાલિક પકડવાની માંગ કરી હતી અને જ્યાં સુધી હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી લાશો સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.

આ પણ વાંચોઃ-બનાસકાંઠા હત્યા કાંડમાં ખુલાસો, દેવું વધી જતા પિતાએ જ ચારની હત્યા કર્યાની શંકા

અનેક સમજાવતો બાદ પણ આ મામલે કોઈ નિરાકરણ ન આવતા આખરે બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલની મધ્યસ્થતાથી સરકારે હત્યારાને પકડવા સીટની રચના કરી તાત્કાલિક ધરપકડ કરવાની ખાત્રી આપ્યા બાદ સમજાવટથી સગા સંબંધીએ તેમજ ગ્રામજનોએ ચારેય લાશોનો સ્વીકાર કર્યો હતો.

આ પણ વાંચોઃ-મોડાસાઃ વીજ સબ સ્ટેશનમાં બોઇલર ફાટતા બે કર્માચરીઓ દાઝ્યા

બાદમાં ચારેય લાશોને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અંતિમ ક્રિયા માટે સિદ્ધપુર મુક્તિધામ ખાતે લઈ જવાઇ છે આખરે બે દિવસ બાદ લાશો સ્વીકારતા પોલીસે રાહત નો દમ લીધો છે.
First published: June 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...