બનાસકાંઠા: કિંજલ દવેના ડાયરામાં નોટોનો વરસાદ, વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: April 22, 2018, 12:19 PM IST
બનાસકાંઠા: કિંજલ દવેના ડાયરામાં નોટોનો વરસાદ, વીડિયો વાયરલ

  • Share this:
બનાસકાંઠા: સૌરાષ્ટ્રામાં ડાયરો હોય એટલે રૂપિયાનો વરસાદ થવું સામાન્ય બન્યું હતું. પરંતુ હવે ઉત્તર ગુજરાતમાં પણ આ ક્રેઝ શરૂ થઈ ગયો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં કિંજલ દવેના ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો.

બનાસકાંઠાના ડિસામાં સુદામા લાભાર્થ વૃધ્ધાશ્રમમાં આ ડાયરો યોજાયો હતો. આ ડાયરાના ગાયક કલાકાર કિંજલ દવે હતા. જેથી ડાયરામાં લોકોએ મન મુકીને નોટોનો વરસાદ કર્યો. આ સાથે જ ભજનના શૂરો સાંભળીને સૌ કોઈ ઘેલા બન્યા હતા. અને નાચવા લાગ્યા હતા.

એક તરફ એટીએમ અને બેન્કોમાં રોકડ નાણાની અછત ચાલી રહી છે. અને બીજી તરફ કિંજલ દવેના ડાયરામાં નોટોનો વરસાદ થઈ રહ્યો છે. આમ લોકોને  જીવનજરૂરીયાતની વસ્તુઓ ખરીદવા માટે પૈસા મળતા નથી. તેવામા ડાયરામા લોક કલાકર ઉપર નોટોનો વરસાદ થવો એ ચર્ચાનો વિષય છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ધાર્મિક કાર્ય, સામાજીક કાર્ય, કે મનોરંજન માટે લોક ડાયરાનું આયોજન થતું હોય છે. તેમાં પણ સૌથી વધારે લોકડાયરા સૌરાષ્ટ્રમાં યોજવામાં આવતા હોય છે.

લોક ડાયરા માટે પ્રખ્યાત કલાકારોના ડાયરામાં નોટોનો વરસાદ થવાનું હવે સામાન્ય બની ગયું છે. મોટાભાગના ડાયરામાં આવેલા આ પૈસા જે ધાર્મિક કે સામાજીક કાર્ય માટે ડાયરો યોજવામાં આવ્યો હોય છે, તેના કામ અર્થે વાપરવામાં આવતા હોય છે.
First published: April 22, 2018
વધુ વાંચો
अगली ख़बर