Home /News /north-gujarat /બનાસકાંઠાના યુવકે ઈન્ટરનેશલ કક્ષાએ ડંકો વગાડ્યો, કુશ ચૌધરીએ કબડ્ડીની રમતમાં Gold Medal મેળવ્યો

બનાસકાંઠાના યુવકે ઈન્ટરનેશલ કક્ષાએ ડંકો વગાડ્યો, કુશ ચૌધરીએ કબડ્ડીની રમતમાં Gold Medal મેળવ્યો

કુશ ચૌધરીએ કબડ્ડીની રમતમાં ગોલ્ડ મેળવ્યો

ભારતની ટીમમાંથી તે કેપ્ટન તરીકેની ભૂમિકામાં હતો ત્યાં પણ તેને ખૂબ જ સારું પ્રદર્શન કરી છેલ્લે 8 પોઈન્ટથી જીત મેળવી હતી

    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : કોરોના મહામારી (Coronavirus) ના સમયમાં બનાસકાંઠા (Banaskatha)ના કાંટ ગામના એક યુવકે કબડ્ડીની રમતમાં ગોલ્ડ મેડલ (Gold Medal) મેળવ્યો છે. નેપાળ ખાતે યોજાયેલી છ દિવસીય ઇન્ટરનેશનલ કબડીની રમત (Kabaddi International Tournament)માં 8 પોઇન્ટથી વિજેતા બનતા ગોલ્ડ મેડલ અને ટ્રોફી મેળવી માત્ર બનાસકાંઠા નહીં પરંતુ ગુજરાતનું નામ રોશન કર્યું છે.

    ડીસા તાલુકાના કાંટ ગામનો આ ખિલાડીએ કબડ્ડીની રમતમાં ગોલ્ડ મેડલ મેળવી શાળા અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. કાંટ ગામનો રહેવાસી કુશ બાબરાભાઈ ચૌધરી (Kush Chaudhary) ડીસાની સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે, છેલ્લા બે વર્ષથી તે સતત કબડ્ડીની રમત માટે દિવસના પાંચથી સાત કલાક સુધી પ્રેક્ટિસ કરતો હતો. જિલ્લા અને સ્ટેટ લેવલે કબડ્ડીની રમતમાં તેણે ખૂબ જ સારું પ્રદર્શન કરતા નેશનલ કબડીની ટીમમાં તેનું સિલેક્શન થયું હતું. જે બાદ નેપાળ ખાતે યોજાયેલી છ દિવસીય કબડ્ડીની રમતમાં તેને ભાગ લીધો હતો.

    મહત્વની વાત એ છે કે, ભારતની ટીમમાંથી તે કેપ્ટન તરીકેની ભૂમિકામાં હતો ત્યાં પણ તેને ખૂબ જ સારું પ્રદર્શન કરી છેલ્લે 8 પોઈન્ટથી જીત મેળવી હતી. ઇન્ટરનેશનલ લેવલે પણ તેણે ખૂબ જ સારૂ પ્રદર્શન કરી વિજેતા બનતા તેને ગોલ્ડ મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવી છે. હવે આ કુશ ચૌધરી આવતા મહિને દુબઈ ખાતે યોજાનાર કબડી સ્પર્ધામાં પણ તેનું સિલેક્શન થયું છે અને ત્યાં જઈને પણ તે ફરીથી ભારતનો ડંકો વગાડશે. આ અંગે ગોલ્ડ મેડલ મેળવનાર કબડી ખેલાડી કુશ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમારી ટિમ 8 પોઈન્ટથી જીતી, અમને ગોલ્ડ મેડલ મળ્યો છે, ખુબજ ખુશી છે અને આગળ હજુ પણ દેશ માટે વધુ મેડલ લાવીશું.

    ઉલ્લેખનીય છે કે, અત્યારે ક્રિકેટની જેમ કબડીની ગેમ લોકચાહના ધરાવતી નથી ત્યારે આપણા દેશની રાષ્ટ્રીય રમત કબડી પ્રત્યે પણ લોકો રસ દાખવે તો ખેલાડીઓનો ઉત્સાહ વધે અને આપણી રાષ્ટ્રીય રમતમાં પણ વધુ લોકો ભાગ લેતા થાય તેમ ગોલ્ડ મેડલ મેળવનાર કુશ ચૌધરીનું માનવું છે.
    Published by:kiran mehta
    First published:

    विज्ञापन
    विज्ञापन