આજે ગુજરાતની વિધાનસભા ચૂંટણીની 182 બેઠક માટેનું પરિણામ આવી રહ્યું છે, ત્યારે ઉત્તર ગુજરાત ઝોનમાં બનાસકાંઠાની વડગામ બેઠક પર જીગ્નેશ મેવાણીની જીત થઈ છે.
મળતી માહિતી મુજબ, બનાસકાંઠાની વડગામ બેઠક પર જીગ્નેશ મેવાણીની 24000 મતથી જીત થઈ છે. ઉલ્લેખનીય છે કે, જીગ્નેશ મેવણી સામે ભાજપ તરફથી વિજયભાઈ ચક્રવર્તિએ ઉમેદવાર હતા જેમની હાર થઈ છે.
ગુજરાતના બનાસકાંઠા જીલ્લાની અતિ મહત્વની વિધાનસભા બેઠક Vadgam(SC) દલિત ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. વડગામ વિધાનસભા બેઠકમાં વડગામ તાલુકા ઉપરાંત પાલનપુર તાલુકાના ૩૨ ગામોનો સમાવેશ થાય છે. વડગામ (SC) બેઠકમાં કુલ ૨,૩૯,૨૭૫ મતદારો છે.જેમાં ૧,૨૬,૬૯૬ પુરુષ ઉમેદવાર અને ૧,૧૨,૫૭૯ મહિલા ઉમેદવાર છે.
2007-2012માં કેવું રહ્યું હતું પરિણામ
વડગામ (SC) બેઠક પરના ચુંટણી પરિણામની વાત કરીએ તો જણાશે કે વર્ષ ૨૦૦૭માં ભાજપના ફકીરભાઈ વાઘેલાએ કોંગ્રેસના ઉમેદવારને હરાવીને આ બેઠક મેળવી હતી. જયારે વર્ષ ૨૦૧૨માં આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મણિલાલ વાઘેલાએ ભાજપના ઉમેદવાર ફકીરભાઈ વાઘેલાને ૧૨ ટકા મતથી હરાવીને વિજય મેળવ્યો હતો. આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. આ બેઠક પર વર્ષ ૧૯૬૨ થી અત્યાર સુધી ભાજપ માત્ર બે જ વાર જીતી શક્યું છે.
વડગામ બેઠકનું જાતીગત સમીકરણ
આ બેઠક પરના જાતીય સમીકરણની વાત કરીએ તો જણાશે કે વિધાનસભામાં ૨૫ .૯ મુસ્લિમ,૧૫.૫ દલિત, ૯.૫ ઠાકોર, ૧૬.૪ ચૌધરી, ૫.૬ ટકા રાજપૂત,૨૫.૯ અન્ય જાતિનું પ્રભુત્વ છે.જેમાં આ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે તેનું કારણ પણ મુસ્લિમ, દલિત અને ઠાકોર મતદારો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર