મેવાણીનો 'ફર્સ્ટ ડે 1St શો'- કહ્યું, રસ્તાઓ માટે અમારે ન ઊતરવું પડે રસ્તાઓ પર

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 27, 2017, 11:00 PM IST
મેવાણીનો 'ફર્સ્ટ ડે 1St શો'- કહ્યું, રસ્તાઓ માટે અમારે ન ઊતરવું પડે રસ્તાઓ પર
ફાઇલ ફોટો- જીજ્ઞેશ મેવાણી

  • Share this:
જિજ્ઞેશ મેવાણીએ વડગામ વિધાનસભાની સીટ પરથી અપક્ષના (કોંગ્રેસના ટેકા સાથે)ઉમેદવાર તરીકે ચૂંટાઈને આવતાની સાથે જ લોક કામગીરીની શરૂઆત કરી દીધી છે. ચૂંટાયાના 24 કલાકની અંદર જ મેવાણીએ વડગામના કેટલાક ગામડાઓમાં રહેલી રોડની સમસ્યાને લઈને પાલનપુરની ક્લેક્ટરને આવેદન પત્ર સોપ્યું હતું. વડગામ સીટ પરથી 24000 વોટથી ચૂંટાઈને આવેલા જીજ્ઞેશ મેવાણીએ ચૂંટણી પહેલા જ લોકોની સમસ્યાઓને દૂર કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો. જિજ્ઞેસ મેવાણીએ પ્રચાર દરમિયાન પણ વડગામના ગામડાઓમાં કહ્યું હતું કે, તમે મને જીતાડો કે, ના જીતાડો હું તમારી સમસ્યાઓ માટે આંદોલન કરવા માટે તૈયાર રહીશ.

જિજ્ઞેશ મેવાણીએ સત્તામાં આવતાની સાથે જ માસ્ટર શોટ રમતા વડગામના ગામડાઓની સમસ્યાઓના ઉકેલનું કામ શરૂ કરી દેતા લોકોમાં પણ તેના ઉપર વિશ્વાસ જાગ્યો છે. તેવામાં જિજ્ઞેસ મેવાણી દ્વારા બનાસકાંઠા જિલ્લા ક્લેક્ટરને આપવામાં આવેલ લેટર હાલમાં વોટ્સએપ અને ફેસબુક પર વાયરલ થઈ રહ્યાં છે. જિજ્ઞેશ મેવાણીએ એકદમ સામાન્ય વ્યક્તિની જેમે ક્લેક્ટરને આવેદન આપતા કહ્યું કે, "એક નાગરિક અને ધારાસભ્ય તરીકે તમને આવેદન આપું છું. રસ્તાઓ બનાવવા માટે અમારે રસ્તાઓ ઉપર ના આવવું ન પડે તે જોજો ખાલી." જિજ્ઞેસ મેવાણીએ આવેદન સાથે એવું પણ કહ્યું છે કે, જો 15 દિવસમાં રસ્તાઓની કામગીરીની શરૂઆત કરવામાં નહી આવે તો આંદોલન માટે પણ તૈયાર રહેજો.તમને જણાવી દઈએ કે, જિજ્ઞેશ મેવાણીની જીત માટે વડગામની મહિલાઓએ ઉપવાસ અને રોજા રાખ્યા હતા. તે માટે પણ જિજ્ઞેસ મેવાણીએ ટ્વિટ કરીને માતાઓ અન બહેનોનો આભાર વ્યક્ત કર્યો છે. જિજ્ઞેસ મેવાણીએ ટ્વિટ કરીને આવેદન વિશે લખ્યું કે, "ફસ્ટ ડે ફસ્ટ શો" આમ જિજ્ઞેશ મેવાણી પોતાના મજબૂત ઈરાદાઓ જાહેર કરતાં ટૂંકમાં જ સત્તાપક્ષને જણાવી દીધું છે કે, પહેલા દિવસે જ પહેલો શો કરી નાંખ્યો છે હજુ તો આવનાર પાંચ વર્ષમાં ઘણા શો કરવાના બાકી છે.તમને જણાવી દઈએ કે, જિજ્ઞેશ મેવાણીને વડગામ પરથી ભરપૂર પ્રતિસાદ મળ્યો હતો. હાર્દિક પટેલની જેમ મેવાણીની રેલીમાં ભીડ ઉમટી પડતી હતી. તે ઉપરાંત અત્યાર સુધીનું વડગામનું ઈતિહાસ જોઈએ તો જ્યારે પણ વિધાનસભાની ચૂંટણીમાં ત્રિકોણીયો ખેલાયો છે, ત્યારે કોંગ્રેસને હાર જ મળી છે. પરંતુ જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસના બળવાખોળ નેતા અને ભાજપના ઉમેદવારને હરાવીને એક નવો ઈતિહાસ લખી નાંખ્યો છે. આમ જિજ્ઞેશ મેવાણીએ આવતાની સાથે જ માસ્ટર શોટ મારીને સિક્સ ફટકારી છે, જ્યારે રાજ્યના બીજા ઉમેદવારો હજું સુધી જીતની ખુશીમાં પાર્ટી કરવામાં વ્યસ્ત છે.

જોકે, વધુ એક ચર્ચાએ જોર પક્ડયુ છે કે,  વિધાનગૃહમાં શપથ  લીધા પહેલા શું જિજ્ઞેશ મેવાણી ધારસભ્ય તરીકે આવેદન પત્ર આપી શકે ખરા ?

First published: December 19, 2017, 5:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading