હું 110% ચૂંટણી જીતીશ, લોકમાગણીને ધ્યાનમાં રાખી લીધો નિર્ણયઃ મેવાણી

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: November 27, 2017, 4:15 PM IST
હું 110% ચૂંટણી જીતીશ, લોકમાગણીને ધ્યાનમાં રાખી લીધો નિર્ણયઃ મેવાણી

  • Share this:
બનાસકાંઠાઃ દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણીએ અચાનક ફેસબુક પર પોસ્ટ કરીને પોતે બનાસકાંઠાની વડગામ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી દીધી. સાથે-સાથે બીજી રાજકીય પાર્ટીઓ અને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવવા માંગતા લોકોને એવી વિનંતી પણ કરી કે આ બેઠક પરથી ઉમેદવારી ન કરે. તેમણે પોતાની ફેસબુક પોસ્ટમાં ભાજપને પોતાનો મુખ્ય શત્રુ ગણાવ્યો. તેમણે લખ્યું કે અમારી ફાઈટ ભાજપ સાથે છે. દલિતો અને બીજા સમાજના કચડાયેલા લોકોનો અવાજ અમે વિધાનસભા સુધી પહોંચાડીશું. જિજ્ઞેશ મેવાણીએ ઉમેદવારી નોંધાવવાને લઈને ઈટીવી સાથે ખાસ વાતચીત કરી. વાતચીતમાં તેણે કહ્યું કે હું 110%ચૂંટણી જીતી રહ્યો છું.

જિજ્ઞેશ સાથે થયેલી વાતચીતના અંશો

1) શા માટે ચૂંટણી લડવાની ફરજ પડી?

'છેલ્લા દોઢ-બે વર્ષમાં ગુજરાતની જનતાએ અનેક આંદોલનો જોયા. પાટીદાર સમાજ, ઓબીસી સમાજ, દલિત સમાજ, આંગણવાડી બહેનો, સુરતના વેપારીઓ સહિત તમામ વર્ગો નારાજ છે. લોકોમાં ખૂબ અસંતોષ અને પીડા છે. લોકોના પ્રશ્નોનું સમાધાન લાવવું કે તેમના પ્રશ્નોને વાચા આપવાની દાનત પણ ભાજપ સરકારે દેખાડી નથી. હું પણ આંદોલનમાંથી જ આવું છું. લાંબા સમયથી વિવિધ સમાજની ઈચ્છા હતી કે જિજ્ઞેશ મેવાણી વિધાનસભામાં જાય. ગઈકાલે રાત્રે ટીમ સાથે મિટિંગ કરીને ફાઈનલ કોલ લીધો. જે રીતે તમામ લોકોનું સમર્થન મળી રહ્યું છે તે જોતા એવો નિર્ણય કર્યો કે વડગામની બેઠક જીતીને વિવિધ પ્રશ્નોની રજૂઆત ધારાસભામાં પણ મજબૂત રીતે કરવી.

2) તમારા નિર્ણયથી ભાજપ-કોંગ્રેસ બંનેમાંથી કોને નુકસાન થશે?

એમાં કોઈ શંકા નથી કે મારા નિર્ણયથી લોકવિરોધી ભાજપને જ નુકસાન થશે.3) કોંગ્રેસ સાથે વાતચીત નથી થઈ?

લોકો સાથે મારી ભરપૂર વાતચીત થઈ રહી છે, હું માનું છું કે તે પુરતી છે.

4) ચૂંટણી જીતી શકશો? તમને શું લાગે છે?

હું 110% ચૂંટણી જીતી રહ્યો છું. લોકોના ચહેરા પર તમે તેની ખુશી જોઈ શકો છો. બધા કહી રહ્યા છે કે તમારે ફક્ત ચૂંટણી લડવાની છે બાકી બધું આપોઆપ થઈ જશે.
First published: November 27, 2017, 3:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading