Home /News /north-gujarat /

જાણો જીજ્ઞેશ મેવાણીએ PM મોદી અને અમિત શાહને શું આપી ચેલેન્જ

જાણો જીજ્ઞેશ મેવાણીએ PM મોદી અને અમિત શાહને શું આપી ચેલેન્જ

ફાઇલ ફોટો- જીજ્ઞેશ મેવાણી

જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી પીએમ મોદી અને અમિત શાહને ચેલેન્જ આપી છે

    આનંદ જયશ્વાલ, બનાસકાંઠા: લોકસભાની ચૂંટણીને જોતાં રાજકીય પાર્ટીઓ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ દ્વારા લોકસભાની ચૂંટણીને લઇને રણનીતિ બનાવવામાં આવી રહી છે, ત્યારે જીજ્ઞેશ મેવાણીએ પીએમ મોદી અને અમિત શાહને ચેલેન્જ આપી છે. મેવાણીએ ચેલેન્જ આપી છે કે, તાકાત હોય તો પાટણ અને બનાસકાંઠા જીતીને બતાવે.

    વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી પીએમ મોદી અને અમિત શાહને ચેલેન્જ આપી છે. જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી પાટણ અને બનાસકાંઠામાં જીત મેળવવા માટે ચેલેન્જ આપી છે.

    આ પણ વાંચો: કોંગ્રેસના MLA ગેનીબેન ઠાકોર ભૂલ્યા ભાન, અશોભનીય શબ્દનો કર્યો પ્રયોગ

    સાથે જ જીજ્ઞેશ મેવાણીએ લખ્યું છે કે, 15થી 20 એપ્રિલ દરમિયાન વડગામ, પાલનપુર, દિયોદર, વાવ અને થરાદમાં આવી રહ્યો છું. ઉલ્લેખનીય છે કે, જીજ્ઞેશ મેવાણી આગામી 15થી 20 એપ્રિલ દરમિયાન કોંગ્રેસ માટે પ્રચાર કરશે અને સભા ગજવશે. તે પાલનપુર, વડગામ, દિયોદર, વાવ અને થરાદમાં સભા કરશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Amit shah, Challenge, Gujarat Lok sabha election 2019, Jignesh Mevani, Lok sabha election 2019, પીએમ મોદી

    આગામી સમાચાર