અબ ખુદ ગબ્બર મેદાન મેં...મેવાણી વડગામ બેઠક પરથી લડશે ચૂંટણી

Margi | News18 Gujarati
Updated: November 27, 2017, 9:33 AM IST
અબ ખુદ ગબ્બર મેદાન મેં...મેવાણી વડગામ બેઠક પરથી લડશે ચૂંટણી

  • Share this:
બનાસકાંઠા: ઉનાકાંડ બાદ દલિતના યુવા નેતા તરીકે ઉભરી આવેલા જિજ્ઞેશ મેવાણી વડગામ બેઠક પરથી અપક્ષ ઉમેદારી નોંધાવશે. આજે ટ્વિટ અને ફેસબુક પર પોસ્ટ કરીને મેવાણીએ આ અંગેની જાહેરાત કરી હતી.

જિજ્ઞેશ મેવાણીએ ફેસબુક પર શું લખ્યું?

'આજે 12 વાગ્યે વડગામ બેઠક પરથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવીશ. છેલ્લા થોડા મહિનાઓમાં, ખાસ કરીને ચૂંણીની જાહેરાત થયા બાદ અગણિત આંદોલનકારી યુવા સાથીઓનો એવો આગ્રહ હતો કે અમે આ વખતે ખૂબ મહેનતથી ચૂંટણી લડીએ, ફાંસીવાદી ભાજપીઓ સામે રસ્તાની સાથે સાથે ચૂંટણીમાં પણ મુકાબલો કરીએ અને કચડાયેલા વર્ગોનો અવાજ બનીને વિધાનસભામાં જઈએ.

ભાજપ અમારો પરમ શત્રુ છે, આ માટે આ બેઠખ પર ભાજપને છોડીને કોઈ પણ રાજકીય પાર્ટી કે કોઈ અપક્ષ ઉમેદવારી ન નોંધાવે તેવી વિનંતી છે. અમારા અને ભાજપ વચ્ચે સીધી લડાઈ છે. છેલ્લા 22 વર્ષથી ગુજરાતીમાં આપખુદશાહી ચાલી રહી છે. ઉનાથી લઈને અત્યાર સુધી અમે જે સંઘર્ષ કર્યો છે, જે માહોલ બનાવ્યો છે તેનાથી ગુજરાત જ નહીં આખો દેશ વાકેફ છે.

અમે જે મુદ્દાઓને લઈને સંઘર્ષ કરતા આવ્યા છીએ, જે ઉર્જા, પ્રતિબદ્ધતા અને જોશ લઈને અત્યાર સુધી દલિતો અને શોષિત વર્ગોનો અવાજ બનીને રસ્તા પર ઉતરતા આવ્યા છીએ, એ જ મુદ્દાઓની વાત કરવા માટે ગુજરાત વિધાનસભામાં જઈશું. ચૂંટણી જીત્યા બાદ લોકોની લડાઈને વધુ મજબૂત કરીશું, આ અમારું વચન છે.'
First published: November 27, 2017, 9:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading