#JaiHindSamaan: ગુજરાતના આ સપૂતે કારગીલમાં ભજવી હતી મોટી ભૂમિકા

શહીદ શૈલેષ નિનામાં

વર્ષ 1999માં જ્યારે પાકિસ્તાન સામે યુધ્ધ થયું તો દેશના અનેક જવાન શહીદ થયા. ત્યારે ગુજરાતમાંથી 12 જેટલા વીર શહીદ થયા. તેમના 2 જવાન સાબરકાંઠાન જિલ્લાના હતા. એમાના એક જવાન છે સેના મેડલ પ્રાપ્ત વીર શહીદ શૈલેષ નિનામાં

 • Share this:
  ભારતીય સેનાએ 20 વર્ષ અગાઉ દુનિયાની સૌથી મુશ્કેલ જંગ જીતીને દુનિયાને પોતાનો દમ દેખાડ્યો હતો અને પાકિસ્તાની સેનાના સેંકડો જવાનોનો ખાત્મો કર્યો હતો. 2જી મે 1999ના રોજ એક તાશી નામનો ભરવાડ પોતાની યાર્કને શોધવા ગયો અને સૌથી પહેલા તેણે જ આતંકીઓના વેશમાં આવી ગયેલી પાકિસ્તાની સેનાને કારગિલની પહાડીઓ પર જોઈ. 3 મે 1999ના રોજ તાશીએ તેની જાણકારી રસ્તામાં મળેલા સેનાના એક જવાનને આપી. ત્યાર બાદ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો.

  અને આ યુધ્ધની શરૂઆત થઈ. 2 જુલાઈના રોજ ભારતીય સેનાએ કારગિલ પર ત્રણ તરફથી હુમલો કર્યો અને 4 જુલાઈના રોજ ટાઈગર હિલ પર ભારતીય સેનાની જાંબાઝીના પ્રતિક તરીકે તિરંગો ફરકાવાયો.

  5 જુલાઈના રોજ ભારતીય સેનાએ દ્રાસ ઉપર પણ કબ્જો જમાવી લીધો. 7 જુલાઈના રોજ ભારતીય સેનાએ બટાલિકની ઝુબેલ હિલ પર તિરંગો લહેરાવ્યો. ભારતીય સેનાના આ અદમ્ય સાહસને જોઈને હવે પાકિસ્તાની રેન્જર્સના હાથ પગ ફૂલવા માંડ્યા હતાં. 11 જુલાઈના રોજ ભારતીય સેનાના ડરથી પાકિસ્તાની રેન્જર્સ ભાગતા જોવા મળ્યાં હતાં. 14 જુલાઈના રોજ તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઓપરેશન વિજયમાં જીતની જાહેરાત કરી હતી.


  ગુજરાતમાંથી સેનામાં એ વર્ષો દરમિયાન ખૂબજ ઓછા લોકો જોડાતા હતા. જેથી શૈલેષ નીનામાની સેનામાં ભરતી થવાની વાત પરિવારને સહમત નહતી. તેઓને સતત તેમને ખોઈ બેસવાનો ડર હતો. પરતું શૈલેષએ નક્કી કર્યું હતુ કે દેશ માટે કંઈ કરવા માગે છે. તેઓ સેનાની ટ્રેનીંગ પૂરી કરીને 1 બિહાર રેજિમેંટમાં જોડાયા હતા. પંચમહાલ વિસ્તારમાંથી એક એવો વીર માં ભૌમની રક્ષા કરી રહ્યો હતો જેને દુશ્મનોના દાત ખાટ કરી કાઢ્યા હતા. કારગીલ યુધ્ધ દરમિયાન શૈલેષ નિનામાં પોતાના સાથીઓ સાથે જુબરટોપ પર હતા.

  તે દરમિયાન દુશમનો તરફથી થઈ રહેલા ગોળી બારનો જવાબ ભારતીય જવાનો પણ આપી રહ્યા હતા. શૈલેષ નિનમાં પણ ફાયરિંગ કરી રહ્યા હતા. અને સાથે જ 2-3 ગ્રેનેડ ફેકી દુશ્મનોનો ખાતમો બોલાવી દીધો હતો. પણ એ દરમિયાન તેમને ગોળી વાગી અને તેઓ શહીદ થયા. કારગીલમાં જ્યારે યુધ્ધ થયુ ત્યારે સામી છાતીએ ગોળી ખાઈને ભારત માતા માટે શૈલેષ નીનામાંએ વીરગતિ પામી અને તેમની બહાદુરીને લઈને પરિવાર હજુ પણ તેમણે યાદ કરી રહ્યો છે. આમ તો શહિદ શૈલેષ નિનામાં સહિત ચાર ભાઈ એક બહેન અને પાતા પિતા હતા. પરંતુ હાલ માત્ર એક ભાઈ એક બહેન અને માતા પિતાનો પરિવાર છે.

  30 જુન 1999નો એ કાળો દિવસ રહ્યા નિનમા પરિવાર માટે જ્યારે તેમને પોતાનો સપૂત ખોયો. દેશ માટે શહિદ થયેલ શૈલેષ નિનામાને સેના મેડલથી સન્માનીત કરવામાં આવ્યા.20 વર્ષ વીતવા છતાય માતા પોતાના પુત્રની બહાદુરી યાદ કરે છે તો પિતા પણ કઠોર દીલે પુત્રની યાદમાં સુનમુન રહે છે. સરકાર દ્રારા પરિવારને સહાય તો અપાઈ છે પરંતુ પરિવારની હાલની પરિસ્થિતી પણ ખુબજ નાજુક છે. ઘરના તમામ સભ્યો હાલ તો મજુરી કરી રહ્યા છે માટીથી બનેલા કાચા મકાનમાં હાલ રહેવા માટે પરિવાર મજબૂર છે.

  પરિવાર હજી પણ પોતાના દિકરાની શહાદત ભૂલાવી શક્યો નથી. જેમને દેશ માટે શહીદી આપી. તેમને મદદ માટે દેશનો એક પણ નાગરિક કે સરકાર તસ્દી લેતા નજરે નથી આવી રહ્યા.પરિવાર પણ ખુદ્દારી સાથે પોતાનું જીવન ગુજારી રહ્યો છે. પરિવારને તો એ વાતનો ખ્યાલ પણ ન હતો કે તેઓ કારગીલ યુધ્ધમા પોતાનો સંતાન ગુમાવી ચુક્યા છે. માતાએ જ્યારે તેમનો પાર્થિવ દેહ જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે તેમનો વહાલસોયો શહીદ થઈ ચુક્યો છે.

  શૈલેષ નિનામાને શહિદ થયે આજે 20 વર્ષ જેટલો સમય વિતવા લાગ્યો છે પરંતુ જે જવાને દેશ માટે જીવન આપી દિધુ હતુ પંરતુ હાલમાં તેને યાદ પરિવાર સિવાય કોઈ કરતુ જ નથી.પરંતુ ચોક્કસ આ વીરજવાન માટે જીલ્લા સહિત પરિવારમાં પણ હાલ તો બહાદુરીની ઝલક ચોક્કસ દંખાઈ આવે છે
  Published by:Chaitali Shukla
  First published: