ડીસા: મંડળીમાં દૂધ ભરાવવા મામલે થયેલી મારામારીનો વીડિયો વાયરલ, ડંડા, ધારિયું, પાઇપથી હુમલો

મારામારીમાં દૂધ મંડળીના મંત્રી ઘાયલ.

Banaskantha news: ડીસાની જાબડીયા ગામ (Jabadiya village)માં દૂધ મંડળી ઉપર એક ગ્રાહકનું દૂધ ન લેવા બાબતે દૂધ મંડળીના મંત્રી અને ગ્રાહકના પરિવાર વચ્ચે થયેલી મારામારી મામલે સામસામી ફરિયાદ નોંધવામાં આવી.

 • Share this:
  બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના જાબડીયા (Jabadiya village) ખાતે દૂધ ઉત્પાદક સહકારી મંડળી (Dudh Utpadak sahkari Mandali) પાસે થયેલી મારામારીનો વીડિયો (Viral video) સામે આવ્યો છે. જેમાં અમુક લોકોએ દૂધ ન લેવા મામલે મંડળીના મંત્રીને માર માર્યો હતો. મંત્રીને ઈજાગ્રસ્ત હાલતમાં હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દૂધ ઉત્પાદક મંડળી ખાતે ભેળસેળવાળા દૂધ મામલે બબાલ થઈ હતી. આ મામલે મંત્રી સહિત અન્ય લોકો ઘાયલ થયા હતા. આ મામલે ડીસા તાલુકા પોલીસ મથકે (Deesa Taluka police station) મારામારીની સામસામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં પોલીસ તપાસ બાદ જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે.

  શું છે આખો બનાવ?

  બનાસકાંઠામાં ડીસાની જાબડીયા ગામ (Jabadiya village)માં દૂધ મંડળી ઉપર એક ગ્રાહકનું દૂધ ન લેવા બાબતે દૂધ મંડળીના મંત્રી અને ગ્રાહકના પરિવાર વચ્ચે છૂટા હાથની મારામારી (Scuffle) થઈ હતી. જેમાં ચાર જેટલી વ્યક્તિઓને ઈજા થવા પામી છે. આ બાબતે ડીસા તાલુકા પોલીસ મથકે (Deesa taluka police station) સામસામી ફરિયાદ નોંધાઇ છે. જેમાં દૂધ ઉત્પાદ મંડળીના મંત્રીએ હાઇકોર્ટમાં મેટર ચાલતી હોવાથી એક પરિવારનું દૂધ લેવાનો ઇન્કાર કરતા જ તેમના પર ધોકા, પાઇપ અને તલવારથી હુમલો થયો હતો.  આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના જાબડીયા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી (Dudh Utpadak Sahkari Mandali)માં ગામના બાબુભાઈ મગનભાઈ દેસાઈ (Babubhai Maganbhai desai) મંત્રી તરીકે ફરજ બજાવે છે. તેઓ તથા તેમનો પુત્ર ધવલ સાંજે દૂધ મંડળી ઉપર હાજર હતા તે દરમિયાન ગામના હિતેષભાઇ વેલાભાઈ રબારી અને વેલાભાઈ વાલાભાઈ રબારી સહિતના લોકો ડેરી ઉપર આવ્યા હતા. તમામે તમે અમારું દૂધ કેમ લેતા નથી? કહી બોલાચાલી શરૂ કરી હતી.

  આ પણ વાંચો: દ્વારકા: સલાયામાં તાજીયા કાઢવા બાબતે ઘર્ષણ, પોલીસની ગાડીનો કચ્ચારઘાણ વાળી દીધી, અનેક વાહનોમાં તોડફોડ 

  આ દરમિયાન મંત્રી બાબુભાઈએ જણાવ્યું હતું કે, તમારું દૂધ બનાસડેરીના ટેસ્ટિંગ વાને રિજેક્ટ કર્યું છે. જેની મેટર અત્યારે હાઇકોર્ટમાં ચાલે છે. આવું કહેતા જ બાબુભાઈ ઉપર તલવાર, લાકડી અને પાઇપથી હુમલો થયો હતો. તમામ લોકોએ ટેસ્ટરને પણ માર માર્યો હતો.

  ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાબુભાઈ મંત્રીને ડીસા ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવ અંગે તેઓએ ડીસા તાલુકા પોલીસ મથકે હિતેશ વેલાભાઈ રબારી, નિતેશ વેલાભાઈ રબારી, વેલાભાઇ વેલાભાઈ રબારી, અશોક વેલાભાઈ રબારી, ભુરાભાઈ વેલાભાઈ રબારી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  જ્યારે સામાપક્ષે વેલાભાઈએ પણ બાબુભાઈ મગનભાઈ રબારી, કાનાભાઈ મગનભાઈ રબારી, ડાયાભાઈ મગનભાઈ રબારી, ધવલ બાબુભાઈ રબારી, જયેશ સુરેશભાઈ રબારી સામે ફરિયાદ નોંધાવી છે. તેઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે, દૂધ ન લેવા બાબતે તમામ લોકોએ એક જૂથ થઈ આમારા પર હુમલો કર્યો છે.
  Published by:Vinod Zankhaliya
  First published: