બનાસકાંઠામાં કોરોનાને ફેલાતો અટકાવવા નવતર પ્રયોગ : ફોન કરો અને જીવનજરૂરી વસ્તુઓ ઘર બેઠા મેળવો

News18 Gujarati
Updated: March 25, 2020, 11:02 AM IST
બનાસકાંઠામાં કોરોનાને ફેલાતો અટકાવવા નવતર પ્રયોગ : ફોન કરો અને જીવનજરૂરી વસ્તુઓ ઘર બેઠા મેળવો
લૉકડાઉન દરમિયાનની તસવીર

બનાસકાંઠા કલેક્ટરે ટ્વિટ કરીને માહિતી આપી, પાલનપુર હદ વિસ્તારમાં કોઈ જ ચાર્જ વગર કરિયાણું ઘરે પહોંચાડી આપવામાં આવશે.

  • Share this:
પાલનપુર : કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકારે 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા આ જાહેરાત કરી હતી. સાથે રાજ્ય સરકારોને એવો પણ અનુરોધ કર્યો હતો કે સરકાર એવી વ્યવસ્થા ગોઠવે જેનાથી નાગરિકોને જીવનજરૂરી વસ્તુઓ સરળતાથી મળી રહે. જે બાદમાં બનાસકાંઠા જિલ્લા કરિયાણા એસોસિએશન તરફથી લોકોને જીવનજરૂરી વસ્તુઓ સીધી ઘરે જ પહોંચાડી દેવાની જાહેરાત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.

કલેક્ટરે ટ્વિટ કરીને જાણકારી આપી

બનાસકાંઠા કલેક્ટરે આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, "બનાસકાંઠા જિલ્લા કરિયાણા એસોસિયેશન દ્વારા #Covid_19ના સંક્રમણને ફેલાતો અટકાવવાના ઉદ્દેશ સાથે જીવનજરૂરી ચીજવસ્તુઓની હોમ ડિલિવરી કરવાનુ આયોજન કરવામાં આવ્યું છે. આ નિર્ણયને જિલ્લા વહીવટીતંત્ર વતી આવકારૂ છું."

આ સાથે જ કેટલાક ફોન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. લોકો તેમના ઘરેથી આ નંબરો પર ફોન કરીને પોતાને જોઈતી વસ્તુઓનો ઓર્ડર નોંધાવી શકે છે. જે બાદમાં આ વસ્તુઓ સીધી જ તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે. યાદીના જણાવ્યા પ્રમાણે પાલનપુરની હદ વિસ્તારમાં કોઈ જ વધારાના ચાર્જ વગર કરિયાણાની હોમ ડિલિવરી કરવામાં આવશે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં નજીવા ચાર્જ સાથે ડિલિવરી કરવામાં આવશે.

ચૈત્રી નવરાત્રીએ અંબાજીની આરતી ઓનલાઇન નિહાળી શકાશે

હાલ કોરોના વાયરસને કારણે અંબાજી મંદીર બંધ હોવાથી ચૈત્રી મહાપર્વને ધ્યાનમાં રાખીને તમામ શ્રધ્ધાળુઓ માતાજીના દર્શન કરી શકે તે માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રમાણે માતા અંબેના દર્શન માટે વિવિધ પ્લેટફોર્મ મારફતે જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું છે.
First published: March 25, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading