ન્યૂઝ18 ગુજરાતી : છેલ્લા થોડા દિવસથી આપણે આંતરજ્ઞાતીય લગ્નમાં યુવાનો ભાગવાનાં કિસ્સાઓ આપણે જોયા છે. જે લોહિયાળ પણ બન્યાં છે અને પોલીસ અને સોશિયલ મીડિયાની શરણે જવાનો પણ વારો આવ્યો છે. ત્યારે દાંતીવાડાનાં 12 ગામોનાં ક્ષત્રિય ઠાકોર સમાજે અનેક નિયમો બનાવ્યાં છે. જેમાં 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજની કુંવારી છોકરીઓને મોબાઇલ રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
દીકરી-દીકરો ભાગી જાય તો દંડ
જે છોકરી કોઇની સાથે ભાગી જાય તેમાં પિતાને 1.50 લાખ રૂપિયા અને જો દીકરો ભાગી જાય તો 2 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. આવા 9 મુદ્દાઓનું બંધારણ બનાવ્યું છે. દાંતીવાડાના જેગોલ, કોટડા, ગાંગુદ્રા, ઓઢવા, હરિયાવાડા, માલપુરીયા, શેરગઢ, તાલેપુરા, રાણોલ, રતનપુર, ધાનેરી અને વેળાવાસ ગામના ક્ષત્રિય ઠાકોર સમાજે બંધારણ ઘડવા જેગોલ ગામમાં આ નિયમો બનાવ્યા છે.