પ્રામાણિકતા : રસ્તામાંથી મળેલા 5 લાખના દાગીના મૂળમાલિકને પરત કર્યા

News18 Gujarati
Updated: May 17, 2019, 8:31 AM IST
પ્રામાણિકતા : રસ્તામાંથી મળેલા 5 લાખના દાગીના મૂળમાલિકને પરત કર્યા
પ્રામાણિક ખેડૂત રાણાજી કલ્યાણજી રાજપૂત

બનાસકાંઠાના કુવાળા ગામમાં એક ખેડૂતને મળેલા 5 લાખના દાગીના તેના મૂળ માલિકને પરત આપી કળયુગમાં પણ પ્રામાણિકતાની પ્રતીતિ કરાવી છે.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: અત્યારના યુગમાં શોર્ટકટમાં ચોરી લૂંટફાટ કરી કેટલાક લોકો પૈસા કમાવવાનો રસ્તો અપનાવે છે, પરંતુ બનાસકાંઠાના કુવાળા ગામમાં એક ખેડૂતને મળેલા 5 લાખના દાગીના તેના મૂળ માલિકને પરત આપી કળયુગમાં પણ પ્રામાણિકતાની પ્રતીતિ કરાવી છે.

બનાસકાંઠામાં લાખણી તાલુકાના અછવાડીયા ગામના ઉકાજી ભાણાજી રાજપૂતની પુત્રવધુ પોતાના પિયર થરાદ તાલુકાના જેતડા ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા બાઇક ઉપર જઇ રહ્યા હતા. ત્યારે અછવાડિયાથી કુવાણા ગામના કાચા રસ્તેથી પસાર થતા તેમની જાણ બહાર થેલીમાંથી અંદાજે 15 તોલા સોનાના દાગીનાના અલગ અલગ બોક્સ પડી ગયા હતા. જે દાગીના ગામના જ રાણાજી કલ્યાણજી રાજપૂતને મળી આવ્યા હતા.

જોકે, આ દાગીના ઘરે લાવી ચકાસતા 15 તોલાના દાગીના સાચે જ સોનાના હતા. બાદમાં તેઓએ આ દાગીના કોના છે તે માટે દાગીના ઘરે મૂકી રાહ જોવાનું વિચાર્યું, તે દરમિયાન તેઓએ વોટ્સએપ મેસેજમાં "અમારા સોનાના દાગીના ખોવાયેલ છે" નો મેસેજ ફરતો હોવાની જાણ થતાં જ તેઓએ મૂળ માલિકનો પત્તો મેળવી તેની ખરાઈ કરી. પોતાના ઘરે બોલાવી માતાજીના મંદિર આગળ બેસાડી ઉકાજી ભાણાજી રાજપૂતને તેમના તમામ 15 તોલા સોનાના દાગીના પરત કર્યા હતા.

આ અંગે દાગીના મળેલા પ્રામાણિક ખેડૂત રાણાજી રાજપૂતે જણાવ્યું હતું કે, વસ્તુ પથ્થર બરાબર, અમને ભલે દાગીના મળ્યા, પણ અમે તેના સાચા માલિકની શોધ કરી દાગીના પરત આપ્યા છે.

જ્યારે દગીનના મૂળ માલિક ઉકાજી રાજપૂતે જણાવ્યું હતું કે, અમારા દાગીના રસ્તામાં પડી ગયા હતા, અમને પરત દાગીના આપ્યા, અમારા ગામમાં આવા સારા પ્રમાણિક માણસો છે.

હાલના યુગમાં લોકો પૈસા માટે શોર્ટ કટ અપનાવતા હોય છે ત્યારે આ કુવાણાના ખેડૂતે 5 લાખના દાગીના મૂળ માલિકને પરત આપી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
First published: May 16, 2019, 10:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading